એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
વડોદરાના પૂરગ્રસ્તો કેવી રીતે મેળવી શકશે સહાય?:5 હજારથી લઈને 85 હજાર સુધીની રોકડ અને 7%ના દરે 20 લાખની લોન કેવી રીતે લઈ શકાશે?, જાણો અરજી કયા કરવી
Vadodara News Network September 13, 2024
વડોદરામાં પૂરસંકટ દરમિયાન નુકસાન વેઠનાર વેપારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે (12 સપ્ટેમ્બર) 5 હજારથી લઈને 85 હજાર સુધીની રોકડ સહાયની જાહેરાત કરી છે. સાથે જ માસિક 5 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને 7 ટકાના દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જોકે, પૂરગ્રસ્તોએ આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે, તે અમે તમે વિગતવાર જણાવીશું.
લારી-દુકાન ધારકોને યોજનાનો લાભ કંઈ રીતે મળશે? લારી, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનધારક માટે આર્થિક સહાય અને પુનઃવસન સહાય પેકેજ અંગેની યોજના માટે કરવામાં આવેલા સર્વે, તેમજ રજૂ કરવામાં આવેલ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી જેવા આધારો પ્રમાણે આ યોજનામાં સહાયપાત્ર ઠરશે. અસરગ્રસ્તો આવી સહાય માટે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ અરજી 31/10/2024 સુધીમાં કરવાની રહેશે.
અરજીની પહોંચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેળવવાની રહેશે વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે આર્થિક સહાય અને પુનઃવસન પેકેજની ઉપરોકત કોષ્ટકની ક્રમ-5 હેઠળની સહાય મેળવવા માટે અરજદારે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયત નમુનામાં લોન મેળવ્યાના પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અરજીની પહોંચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેળવી લેવાની રહેશે. વ્યાજ સહાય યોજના હેઠળ સહાય ચૂકવવાની સત્તા સંબંધિત જિલ્લાના જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની રહેશે.
બેંક/નાણાકીય સંસ્થા દ્વારા અસરગ્રસ્ત એકમને પુનઃશરૂ કરવા માટે નાણાકીય જરૂરીયાતનું એસેસમેન્ટ કરવામાં આવશે. આવા એસેસમેન્ટના આધારે બેંક/નાણાકીય સંસ્થા લોન મંજુર કરી એકમને ચુકવશે.
20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય માટે શું કરવું? એકમે પુનઃવસન થયા બાદ વ્યાજ સહાયનો દાવો જે તે બેંક/નાણાકીય સંસ્થાએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલવાનો રહેશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વ્યાજસહાય દાવાની ચકાસણી કરી, મંજુર થયેલ લોન સામે બેંક-નાણાકીય સંસ્થાએ ચુકવેલ લોન વપરાશ અંગેના પ્રમાણપત્ર મુજબના મળવાપાત્ર વ્યાજ સહાયની રકમ અરજદાર એકમના લોન એકાઉન્ટમાં ઈ-પેમેન્ટથી ચૂકવવામાં આવશે.
તાલુકા કક્ષાની સહાય સમિતિ અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજય, વેપાર અને સેવાકીય અસરગ્રસ્ત એકમોને (ઉપરોકત કોષ્ટકના ક્રમ 1 થી 4 મુજબ) ઉચ્ચક રોકડ સહાય મંજુર કરવા સંબંધિત પ્રાંત અધિકારી અધ્યક્ષ હોય તેવી સમિતિની કલેકટર રચના કરશે.
જિલ્લા કક્ષાની સમિતિ અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજય, વેપાર અને સેવાકીય અસરગ્રસ્ત એકમને સહાય મંજુર કરવા સંબંધિત ઉભા થતા તકરાર તેમજ વિવાદ અંગેજે તે એકમ કલેકટરને અપીલ કરી શકશે. કલેકટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિમાં અન્ય સભ્યો તરીકે જીલ્લા વિકાસ અધિકારી તેમજ જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર રહેશે.
શું છે સહાયની જાહેરાત? આ પહેલાં મુખ્યમંત્રી દ્વારા વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને લઈને રૂ.1200 કરોડના વિશ્વામિત્રી રિવર રિવાઈવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે કેશડોલ્સ અને ઘરવખરી સહાય પેટે રૂ.5 કરોડની જાહેરાત કરી હતી. જ્યારે હવે મુખ્યમંત્રીએ લારીધારકને રૂ.5 હજાર અને માસિક ટર્નઓવર રૂ.5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ.20 લાખ સુધીની લોન 7 ટકાના દરે આપવાની જાહેરાત કરી છે.
વેપારીઓ માટે મુખ્યમંત્રી દ્વારા જાહેર થયેલી સહાય
- લારી, રેકડીધારકને ઉચ્ચક રૂ. 5 હજારની રોકડ સહાય.
- 40 સ્કેવર ફૂટ સુધીની નાના સ્થાયી કેબિનધારકને ઉચ્ચક રૂ. 20 હજારની રોકડ સહાય.
- 40 સ્ક્વેર ફૂટથી મોટાં કેબિનધારકને ઉચ્ચક રૂ. 40 હજારની રોકડ સહાય.
- નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનધારકને ઉચ્ચક રૂ.85 હજારની રોકડ સહાય, જેમાં દુકાનનું પાકુ બાંધકામ વાળુ સ્થાયી માળખું હોય અને જેનું છેલ્લા ત્રિમાસિક GST રીટર્ન મુજબ માસિક ટર્ન ઓવર રૂ. 5 લાખ સુધી હોય.
- માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનનાધારકને રૂ.20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 ટકાના દરે તેમજ રૂ.5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024