વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડી:મોદી કેબિનેટમાં પ્રસ્તાવ ...
સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. PMની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન, વન ઇલેક્શનના...
September 18, 2024
એશાનું ફિલ્મોમાં આવવું ધર્મેન્દ્રને પસંદ નહોતું:એક્ટ્રેસે કહ્યું,'પપ્પા ઈચ્છતા હતા કે હું 18 વર્ષની ઉંમરમાં લગ્ન કરીને સેટલ થઈ જાઉં'
Vadodara News Network September 14, 2024
બોલિવૂડ એક્ટ્રેસ એશા દેઓલે કહ્યું છે કે તેના પિતા ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવવાના તેના નિર્ણયથી ખુશ ન હતા. તે ઈચ્છતા હતા કે એશા 18 વર્ષની ઉંમર સુધીમાં લગ્ન કરીને સેટલ થઈ જાય.એશાને ફિલ્મોમાં આવવા માટે તેને ઘણી સમજાવવી પડી હતી.
એક ઈન્ટરવ્યુમાં એશાએ કહ્યું હતું કે, પપ્પા થોડા જૂના જમાનાની વિચારસરણી ધરાવતા હતા. તે ઈચ્છતા હતા કે હું નાની ઉંમરમાં જ લગ્ન કરી લઉં અને મારો પોતાનો પરિવાર વસાવી લઉં. તેઓ ઈચ્છતા ન હતા કે હું ફિલ્મોમાં કામ કરું. તેઓ એક સામાન્ય પંજાબી પિતા જેવો હતો. તે એવી જગ્યાએથી આવે છે જ્યાં તેમણે સ્ત્રીઓને એવા ઘરમાં ઉછરતી જોઈ હતી જ્યાં છોકરીઓને નાની ઉંમરે પરણાવી દેવામાં આવી હતી. પણ મારો ઉછેર એવો થયો નથી.
એશાએ વધુમાં કહ્યું કે, મારા ઉછેરમાં માતા હેમા માલિનીની મોટી ભૂમિકા હતી તેમને જોઈને જ મને અભિનયમાં રસ પડ્યો. જોકે, મારે મારા પિતાને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા કે હું ફિલ્મોમાં કામ કરવા માંગુ છું. આ બિલકુલ સરળ ન હતું.
એશાએ ઈન્ટરવ્યુમાં ઘરના કડક વાતાવરણ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, મારી દાદી બહુ કડક હતી. તેમણે અમને શોર્ટ સ્કર્ટ વગેરે પહેરવા ન દીધા. મોડી રાત્રે પણ અમને ક્યાંય જવા દેવામાં આવતા ન હતા.
2002માં ડેબ્યૂ કર્યું હતું એશાએ 2002માં ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે’ પૂછે દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બોલિવૂડમાં એશાની છેલ્લી ફિલ્મ 2011ની ‘ટેલ મી ઓ ખુદા’ હતી. 2012માં લગ્ન બાદ તેણે કામમાંથી બ્રેક લીધો હતો, જોકે હવે તેણે કમબેક કર્યું છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024