એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
જુઓ કેવું હશે વડોદરાનું બુલેટ ટ્રેન સ્ટેશન?:1.77 લાખ સ્કવેર ફૂટ જગ્યા પર બની રહ્યું છે સ્ટેશન, ટાપુ આકારના બે પ્લેટફોર્મ; 4 રેલવે ટ્રેક હશે
Vadodara News Network September 19, 2024
હાલ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની એટલે કે બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. જેને લઈ બુલેટ ટ્રેન માટેના સ્ટેશનોનું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વડોદરાના હાઇસ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનનો અંદરનો નજારો કેવો હશે એ દર્શાવતો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. 1.77 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક હશે.
1.18 લાખ કરોડનો ગુજરાતનો આ ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ રેલ પ્રોજેકટ અંતર્ગત વર્ષ 2010થી જુદા-જુદા રાજ્યોમાં બુલેટ ટ્રેન માટેના સ્ટેશનોનું બાંધકામ શરુ થઈ ચૂક્યું છે. અંદાજિત આ પ્રોજેકટની શરૂઆતને હાલ 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે ત્યારે રૂ.1.18 લાખ કરોડનો ગુજરાતનો આ ડ્રીમ પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો? કેટલું કામ પૂર્ણ થયું? આ અંગેની અમુક માહિતી ડાયરેક્ટર પ્રમોદ શર્માએ શેર કરી હતી.
બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઈન વડથી પ્રેરિત છે વડોદરા શહેરમાં પંડયા બ્રિજ નજીક અંદાજે 16,467(1.77 લાખ સ્કવેર ફૂટ) ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણાધીન વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઇ રહ્યું છે. આ HSR સ્ટેશનની ડિઝાઈન શહેરમાં જોવા મળતા વડલાઓની પુષ્કળ માત્રાને કારણે ‘બનિયન ટ્રી’થી પ્રેરિત છે. આ સ્ટેશન વિશાળ જગ્યામાં છે અને આસપાસ ભારતીય રેલવે અને બસ સેવાની કનેક્ટિવિટી હોવાથી ખૂબ જ અસરકારક સાબિત થઇ શકે છે.
સ્ટેશનની ઉંચાઈ 34.5 મીટર જેટલી આ અંગે મળતી માહિતી મુજબ વડોદરાનું આ બુલેટ ટ્રેન સ્ટેશન ત્રણ માળનું હશે. જેમાં ટાપુ પ્રકારના બે પ્લેટફોર્મ અને 4 રેલવે ટ્રેક હશે. આ બુલેટ ટ્રેન સ્ટેશનની ઊંચાઈ જમીનથી ટોચનાં છાપરા સુધી 34.5 મીટર જેટલી હશે. તદુપરાંત જો આ સ્ટેશનના ઈન્ટીરીયર વિશે વાત કરીએ તો દરેક પ્લેટફોર્મમાં શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો આ સ્ટેશનમાં પહોંચીને આત્મીયતાનો અનુભવ કરે. આ બુલેટ ટ્રેન સ્ટેશનમાં સેવાઓ નવીનતમ ધોરણોની હશે અને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
તમામ સુવિધાથી મુસાફરોને મુશ્કેલી નહિ પડે આ સ્ટેશનમાં મુસાફરોને અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમ કે, વેઈટિંગ હોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર, રેસ્ટ રૂમ અને સુલભ શૌચાલયનો સમાવેશ થાય છે. આ સાથે પાર્કિંગ માટે કાર, બસો, થ્રી વ્હીલર્સ માટે અલગ-અલગ પાર્કિંગ પ્લોટ અને પિક એન્ડ ડ્રોપ ઓફ બેઝ આપવામાં આવ્યાં છે. ભારે ભીડ ન થાય અને મુસાફરોને મુશ્કેલીઓ ન પડે અને અવરજવર માટે પદયાત્રી પ્લાઝાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ
- 15મી સપ્ટેમ્બર 2024ના રોજ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 212 કિલોમીટર વાયડક્ટનું કામ પૂર્ણ કરી ચૂક્યું છે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર (ગુજરાત અને ડીએનએચ: 352 કિલોમીટર, મહારાષ્ટ્ર: 156 કિમી)
- થાંભલા ફાઉન્ડેશનના કુલ 345 કિલોમીટર, થાંભલા બાંધકામના 333 કિમી, ગર્ડર કાસ્ટિંગના 245 કિમી અને ગર્ડર લોન્ચિંગના 212 કિ.મી.નું કામ પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાતના આઠ બુલેટ ટ્રેન સ્ટેશનનું ફાઉન્ડેશન કાર્ય પૂર્ણ છ બુલેટ ટ્રેન સ્ટેશનો (વાપી, બીલીમોરા, સુરત, આણંદ, ભરૂચ અને અમદાવાદ)ના રેલવે લેવલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ માટે 100% જમીન (1389.5 હેક્ટર) સંપાદિત કરવામાં આવી છે. ગુજરાતના હિસ્સા માટે પ્રોજેક્ટ અને ટ્રેક ટેન્ડર માટેના તમામ સિવિલ ટેન્ડર અને ડેપો ટેન્ડર એનાયત કરવામાં આવ્યા છે.
4 સ્ટીલના પુલનું કામ પૂર્ણ થયું છે ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ (ટીસીબી) સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે. વાયડક્ટ પર 200 મીટર લાંબી પેનલ્સ બનાવવા માટે રેલનું ફ્લેશ બટ વેલ્ડિંગ શરૂ થયું છે. આ પ્રોજેક્ટ માટે 35,000 મેટ્રિક ટનથી વધુ રેલ પ્રાપ્ત થઈ છે અને ચાર સેટ (4) ટ્રેક બાંધકામ મશીનરી પ્રાપ્ત થઈ છે. આ વાયડક્ટ્સમાં પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મિંઢોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગાનિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ઢાઢર (વડોદરા જિલ્લો), કોલાક નદી (વલસાડ જિલ્લો), વાત્રક નદી (ખેડા જિલ્લો) અને કાવેરી નદી (નવસારી જિલ્લો) એમ કુલ 11 નદીઓ પરના પુલોનો સમાવેશ થાય છે. સુરત, આણંદ, વડોદરા અને સિલવાસા (દાદરા અને નગર હવેલી)માં અનુક્રમે 70 મીટર, 100 મીટર, 130 મીટર અને 100 મીટર સુધીના ચાર (4) સ્ટીલના પુલનું કામ પૂર્ણ થયું છે.
ગુજરાતમાં 1,75,000થી વધુ ઘોંઘાટ અવરોધકો લગાવવામાં આવ્યા ગુજરાતના વલસાડના ઝરોલી ગામ નજીક આવેલી 3500 મીટર લંબાઈ અને 12.6 મીટર વ્યાસનું પ્રથમ પર્વતીય બોગદું તૈયાર થઈ ગયું છે. કોરિડોરની સાથે અવાજના અવરોધોનું કામ શરૂ છે. આજની તારીખે 87.5 કિ.મી.ના પટ્ટા પર ઘોંઘાટ અવરોધકો લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 1,75,000થી વધુ ઘોંઘાટ અવરોધકો લગાવવામાં આવ્યા છે
21 કિ.મી.ના બોગદાંનું કામ પણ શરુ થઈ ગયું છે સમુદ્રની અંદરથી પસાર થતું 7 કિલોમીટરની લંબાઈ ધરાવતું 21 કિલોમીટરના બોગદાંનું કામ પણ શરૂ થઈ ગયું છે. કુલ 21 કિ.મી.માંથી 16 કિ.મી.નું બોગદું ટનલ બોરિંગ મશીન (TBM)નો ઉપયોગ કરીને અને બાકીના 5 કિ.મી.ના બોગદાંનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM) દ્વારા કરવાની યોજના છે. જમીનની સ્થિતિ અને વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને 13.1 મીટરના કટર હેડ વ્યાસવાળા સ્લરી પ્રકારના TBM (ટનલ બોરિંગ મશીન) ખરીદવામાં આવી રહ્યા છે.
7 કિ.મી.નું દરિયાઈ બોગદું જમીનથી લગભગ 36 મીટર નીચે 7 કિ.મી.નું દરિયાઈ બોગદું જમીનથી લગભગ 36 મીટર નીચે છે અને તેનો વ્યાસ 12.1 મીટર છે, જે બુલેટ ટ્રેનના યુપી અને ડીએન ટ્રેકને એક બોગદાંમાં સમાવવા માટે છે. દરિયાની અંદર બોગદાંનો આટલો મોટો વ્યાસ ભારતમાં પ્રથમ વખત નિર્માણ થઈ રહ્યો છે. વધુમાં, 394 મીટર લાંબી વધારાની ડ્રિવન ઇન્ટરમિડિયેટ ટનલ (એડિઆઈટી) પૂર્ણ થઈ ચૂકી છે અને કામને વેગ આપવા માટે બોગદાંનું બોરિંગ એક સાથે ત્રણ ફેસ પર એનએટીએમ મારફતે થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં નિર્માણની પ્રગતિમાં જીયોટેકનિકલ તપાસ લગભગ પૂર્ણ થવા ઉપર છે, પર્વતીય બોગદાં અને થાંભલાનું કામ ચાલુ છે. બોઇસર અને વિરાર સ્ટેશનો પર પણ ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું છે.
અમદાવાદથી મુંબઈ સુધીમાં 12 સ્ટેશનનું નિર્માણ મહત્ત્વની બાબત છે કે, મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન જેમ કે, મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર અને ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી બનાવવામાં આવી રહ્યાં છે, જે મુખ્ય શહેરી માર્ગોને જોડી રહ્યાં છે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 15 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે.
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનની સુવિધા માટે છાયાપુરી સ્ટેશનનો પુનર્વિકાસ વડોદરા રેલવે સ્ટેશન લાક્ષણિક રીતે ‘વાય’ આકારની જંકશન રચના ધરાવે છે, જ્યાં મુંબઇથી લાઈન બે ભાગમાં વહેંચાય છે, એક અમદાવાદ તરફ જાય છે અને બીજી રતલામ – નવી દિલ્હી તરફ જાય છે. અમદાવાદથી રતલામ – નવી દિલ્હી રૂટની ટ્રેનોના સંચાલન માટે વડોદરા સ્ટેશન પર ટ્રેનને રિવર્સ કરવાની જરૂર પડે છે, જેના કારણે સ્ટેશન પર ભારે ભીડ થાય છે.
રેલવે ટ્રાફિક સરળ બનશે વડોદરા રેલવે સ્ટેશનની આસપાસ વાહનોની અવરજવરની ગીચતા ઘટાડવા માટે NHSRCL વડોદરા રેલવે સ્ટેશન નજીક છાયાપુરી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે પશ્ચિમ રેલવેને ટેકો આપ્યો છે. વડોદરા HSR સ્ટેશનના નિર્માણ દરમિયાન રેલવે ટ્રાફિકને સરળ બનાવવા અને વડોદરા રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધા વધારવા માટે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. છાયાપુરી રેલવે સ્ટેશનના વિકાસથી વડોદરા ખાતે ટ્રેનો રિવર્સ નહીં થાય અને વડોદરા જંકશનને ટાળીને રેલવે લાઈનમાંથી પસાર થશે જેથી મુસાફરીનો સમય ઘટી જશે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024