એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
રાજપૂતોનો મહા'દરબાર’:ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા, સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબા વાળાએ હોબાળો કર્યો
Vadodara News Network September 20, 2024
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતાં જ તેમનું ઢોલ-નગારાંના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા. ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિનીબા વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે.
આ મંચ પોલિટિકલ અને વાદ વિવાદ કરવા માટે નથી ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મોટી જવાબદારી આપી છે. મારી સરખામણી કૃષ્ણકુમારસિંહજી સાથે કરવી યોગ્ય નથી. આ મંચ પોલિટિકલ કે વાદવિવાદ માટે નથી. સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે. સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ. વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે. આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે. સૌને અભિનંદન આપું છું.
વિજયરાજસિંહને પ્રમુખ બનવા બદલ તેઓનો આભાર શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને પ્રમુખ બનવા બદલ તેઓનો આભાર માનું છું. કાર્યકારી પ્રમુખ તરીકે દાંતાના રિદ્ધિરાજસિંહને પણ અભિનંદન આપું છું. કાઠી રાજપુત, કારડિયા રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપપ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે. તમામને અભિનંદન આપું છું.
આજે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે તેના માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન નહિ મળે તો ક્ષત્રિય સમાજે આગળ નક્કી કરવાનું છે.
કૃષ્ણકુમારસિંહજીને ભૂલી ગયા દાંતા સ્ટેટના રાજવી અને ઉપપ્રમુખ રિદ્ધિરાજસિંહે જણાવ્યું હતું કે, મહારાજા વિજયરાજસિંહને અભિનંદન આપું છું. જ્યારે આ જવાબદારી સ્વીકારવાની હતી ત્યારે એક જ શરત હતી કે, કોઈપણ રાજકીય વાત નહીં થાય. આજે સમાજ તરફથી સન્માન મળ્યું છે જે મા અંબા અને ખોડિયારની કૃપાથી મળ્યું છે. કૃષ્ણકુમારસિંહજીના પરિવારને આ સ્થાન મળ્યું છે. સરદાર પટેલની પ્રતિમા બની છે. ક્ષત્રિય સમાજે જાણવું જરૂરી છે કે, કેમ સરદાર પટેલની પ્રતિમા બની છે. કારણ કે, કૃષ્ણકુમારસિંહજી સરદાર પટેલની સાથે હતા માટે પ્રતિમા બની છે. જો તેઓ સાથે ન હોત તો ભાગલા પડી ગયાં હોત. કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તેના માટે અમે લડીશું. સમસ્ત ક્ષત્રિય સમાજે રાજ આપ્યું છે. માત્ર રાજવીઓએ જ રાજ આપી દીધું એવું નથી. આજે સમાજે સાથે ચાલવું જરૂરી છે. ઇતિહાસમાંથી પાટણની રાણી નાયકાદેવીને ભૂલાવી દેવામાં આવ્યા છે. સૌથી પહેલી લડનારી રાણી છે. નાયકાદેવીની પ્રશંસા કરવી જોઈએ તમામ ક્ષત્રિયોને આહવાન છે કે, તમે દાંતા માતાજીના દર્શન કરવા આવજો.
કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન આપવામાં આવે મહંત આનંદનાથજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણા છેલ્લા રાજા કહી શકાય એવા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર વિજયરાજસિંહનું તિલક કરવાનું છે. 70-70 વર્ષથી આ સંસ્થાએ રાજપુત સમાજને એક કરવાનાનું સપનું આજે પૂરુ થશે. હું મરી જઉં અને તમને જીવાડું એટલે આ ક્ષાત્ર ધર્મ છે. આપવાની વાત આવી ત્યારે ક્ષત્રિયોના દીકરા આગળ આવ્યા. સૌથી પહેલા કૃષ્ણકુમારસિંહજીએ એક રાષ્ટ્રને બનાવવા માટે 1800 પાદર એક ઝાટકે આપી દીધા હતા. કૃષ્ણકુમારસિંહને ભારત રત્ન આપવામાં આવે.
વિજયરાજસિંહના આગેવાનીમાં એક થાઓ, તમે ઘણું ગુમાવ્યું છે આનંદનાથજી સ્વામીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય એક જાતિ નથી. ક્ષત્રિય એક ધર્મ અને વિચાર છે. ક્ષાત્ર ધર્મ મોટો ધર્મ છે. સૌને હું અભિનંદન પાઠવું છું. સજ્જનતાના પરિબળો આગળ વધે. મહાભારતમાં લખ્યું છે કે, ક્ષત્રિયો એક થાય ત્યારે પૃથ્વીને યૌવન આવવાનું હોય છે. વિક્રમાદિત્યથી લઇ રાજા રજવાડા આપવા સુધીનો તમામનો ઇતિહાસ જોઈ લો. કૃષ્ણકુમારસિંહજીના વંશજને આજે સ્થાન મળશે. સુશાસન પણ ક્ષત્રિયો પાસેથી શીખવા મળે છે. ક્ષત્રિય સમાજ એક થાય તે જરૂરી છે. વિજયરાજસિંહના આગેવાનીમાં એક થાઓ. તમે ઘણું ગુમાવ્યું છે. રાજા ભરતથી કૃષ્ણકુમાર સુધી રજવાડું ભોગવી લીધું છે. મહારાજા વિજયરાજસિંહ બિન રાજકીય રીતે તમે આપ જવાબદારી નિભાવશો.
ભાવનગરના મહારાજાનું સન્માન કરાયું ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું દાંતાના રાજવી તેમજ શંકરસિંહ વાઘેલાએ તલવાર આપી સન્માન કર્યું હતું. મહાકાલ સેના સહિતના યુવા આગેવાનોએ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમા આપી સન્માન કર્યું હતું. દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના રાજવી એવા પાટડીના ગોપાલસિંહ દેસાઈ અને કાઠી દરબાર સમાજના પુંજાબાપાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ગોંડલ, દાંતા, પાલિતાણા, ભાવનગર, ગાંગડ વગેરે સ્ટેટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરાયું હતું.
આપણા કુરિવાજોમાંથી આપણે બહાર નીકળીએ અશ્વિનસિંહજી સરવૈયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં હાડકાં નાખવાવાળા ઘણા ઊભા થયા હતા. રજવાડાં ચલાવવાની રાજાઓ પાસે કુનેહ હતી. એટલે જ રજવાડાં અને રાજ્યો ચાલતાં હતાં. સરદાર પટેલ કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા ત્યારે તેમણે વિનંતી કરી કે મારે ભારત દેશ બનાવવો છે તો તેમને વધાવનાર ભાવનગરના રાજા જ હતા. એટલે તેમના પૌત્ર વિજયરાજસિંહને અમે પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સમાજ એકત્ર થતો હોય તો આ પદ સ્વીકારવા તૈયાર છું. આજે “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”નો જન્મ થયો છે. આપણે છૂટા રહીશું તો આપણી પ્રગતિ નહીં થાય. આજે કોઈપણ જાતની પોલિટિકલ વાત ન કરે એવી મારી વિનંતી છે. આપણા કુરિવાજોમાંથી આપણે બહાર નીકળીએ.
આ જગ્યા આપવામાં પહેલો ફાળો શંકરસિંહ બાપુનો છે તેમણે જણાવ્યું હતું કે અમે સરકારનું આમ કરી નાખીશુ અને તેમ કરી નાખીશું એવી જાહેરાત કરી હોત તો રોડ પર જગ્યા ન રહેત એટલા લોકો આવત, પણ આ વાત કરવાની નથી. આ સમાજ કઈ રીતે આગળ વધે એ જ આપણો ઉદ્દેશ છે. શંકરસિંહ બાપુ પાસે વિચાર રજૂ કર્યો તો તેમણે પણ કહ્યું હતં કે આ ખૂબ જ સરસ વિચાર છે. મારો પૂરો સહયોગ છે. ઓટલો મળે તો બધા એકઠા થઈ શકે એટલે આ જગ્યા આપવામાં પહેલો ફાળો શંકરસિંહ બાપુનો છે.
ક્ષત્રિય સમાજના ભાજપ-કોંગ્રેસના એકપણ મોટા નેતા હાજર ન રહ્યા સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, ભાજપના એકપણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા નહોતા. કોંગ્રેસના આગેવાન એવા શક્તિસિંહ ગોહિલ તેમજ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નહોતા.
રાજપૂત સંકલન સમિતિમાંથી ત્રણ જ સભ્ય હાજર રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા.
સંમેલનમાં રાજવીઓની હાજરી
- વિજયરાજસિંહ ગોહિલ, ભાવનગર
- રિદ્ધિરાજસિંહ, દાંતા સ્ટેટ
- તુષારસિંહજી બારૈયા, દેવગઢ બારિયા
- ધ્રુવ્રરાજસિંહ વાઘેલા, સાણંદ
- કેતનસિંહજી ગોહિલ, પાલિતાણા
- રઘુવેન્દ્રસિંહ ગોહિલ, દરેડ
- વીરભદ્રસિંહ ચૂડાસમા, ગાંફા
- રઘુવીરસિંહ વાઘેલા, ગાંગડ
- દેવેન્દ્રસિંહજી જાડેજા, વીરપુર
- કમ્યાસિંહજી ચૌહાણ, સંજેલી
- રાજકુમાર કરણસિંહજી, ઇડર
- રાજકુમાર સૂર્યવીરસિંહજી, ઇડર
- ક્રિષ્નાકુમારીબા જાડેજા, ગોંડલ
- મહારાણી દિવ્યા જ્યોતિસિંહજી, દાંતા
- કુમાર યાદવેન્દ્રસિંહ, ગોંડલ
- કુમાર ગોપાલસિંહ દેસાઈ, પાટડી
- કુમાર યોગરાજસિંહ ચાવડા, માણસા
- પુંજાબાપુ વાળા, માંડવગઢ
રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા હાજર રાજકોટના કોંગ્રેસના નેતા, કરણીસેનાનાં મહિલા આગેવાન તેમજ રવીન્દ્રસિંહ જાડેજાનાં બહેન નયનાબા જાડેજા, IPS મયંકસિંહ ચાવડા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું સામૈયું અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શંકરસિંહ વાઘેલા અને રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. ગોંડલ અને દાંતા સ્ટેટના રાજવીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ક્ષત્રિય સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, દાંતા, બનાસકાંઠા, રાજકોટ, ગોંડલ, સાણંદ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતનાં શહેરોમાંથી આગેવાનો આવ્યા હતા. શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા.
આજના કાર્યક્રમની રૂપરેખા.સ્ટેટના રાજાઓ અને જાણીતા લોકોને આમંત્રણ પાઠવાયું હતું
- વાંકાનેર સ્ટેટ
- જામનગર સ્ટેટ (જામસાહેબ)
- લીંબડી સ્ટેટ
- મોરબી સ્ટેટ
- કચ્છ સ્ટેટ
- સાણંદ સ્ટેટ
- પંચમહાલ સ્ટેટ
- સાબરકાંઠા સ્ટેટ
- દાંતા સ્ટેટ
- શંકરસિંહ વાઘેલા
- શક્તિસિંહ ગોહિલ
- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
- પ્રદીપસિંહ જાડેજા
- પ્રદીપસિંહ વાઘેલા
- કિરીટસિંહ રાણા
- ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
- બળવંતસિંહ રાજપૂત
- જયદ્રથસિંહ પરમાર
દરેક સ્ટેટના રાજાઓને અમે આમંત્રણ આપ્યું છેઃ અશ્વિનસિંહ સરવૈયા આજના કાર્યક્રમ વિશે માહિતી આપતા રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, તમામ સમાજને સાથે લઇને ક્ષત્રિય સમાજ ચાલ્યો છે. દેશને એક બનાવવા માટે ગુજરાતના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલાં પોતાનું રજવાડું સોંપ્યું હતું, જેથી તેઓને ભારત રત્ન આપવાની માગ છે. કોઇપણ પક્ષપાત વિના તમામ રાજપૂત સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે. રાજકીય બાબતો દૂર કરી અને એક સંગઠન બનાવવામાં આવશે. દરેક સ્ટેટના રાજાઓને અમે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની જાહેર કરવામાં આવશે.
‘ક્ષત્રિય સમાજને એક કરવા મહાસંગઠન બનાવાશે’ અશ્વિનસિંહ સરવૈયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાનાં રાજા-રજવાડાં દાનમાં આપી દીધાં હતાં. ગુજરાતમાં 225થી વધારે રાજા-રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે. ક્ષત્રિય સમાજ હાલ અલગ-અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મહાસંગઠન બનાવવામાં આવી રહ્યું છે.
‘તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરાશે’ અશ્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલનમાં રાજા-રજવાડાઓથી લઇ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂરિયાત છે. “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા-રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ.‘ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓના ચારિત્ર્ય પર જાહેરમાં ઘા કર્યા’ અશ્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમસ્ત ક્ષત્રિય સમાજ ગુજરાતના આજના લોકશાહી અને વિકાસનો ભાગીદાર હોવા છતાં આગવી ઓળખ કે અસરકારકતા જોવા મળતી નથી. ક્ષત્રિય સમાજને એનો લાભ મળી શક્યો નથી. ક્ષત્રિય સમાજને ખરાબ ચીતરવામાં ક્યાંય બાકી રાખ્યો નથી. દાઝ્યા ઉપર ડામની જેમ ક્ષત્રિય સમાજની બહેનો-દીકરીઓનાં ચારિત્ર્ય અને તેઓની અસ્મિતા ઉપર જાહેરમાં ઘા કર્યા છે. ગુજરાત ક્ષત્રિય સમાજનાં બહેન-દીકરીઓ, યુવા ધન કે વડીલો પણ આનાથી ઘવાયા છે.
રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહજી સરવૈયા.‘224 પૂર્વ રિયાસતના વારસદારોનો હાજર રહેવા આમંત્રણ’ અશ્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના રાજાઓથી લઈ આગેવાનો દ્વારા ચિંતા, ચિંતન અને મનોમંથનમાંથી સમાજે અનેક વાહિયાત આક્ષેપો સહન કર્યા પછી સમાજની એકતા માટે હવે ક્ષત્રિય સમાજ આળસ મરડીને પોતાના અસ્તિત્વની આગવી ઓળખ રામદેવપીરના નેજાની માફક એક નેજા હેઠળ મળે એવા વિચાર-વિમર્શ, ચર્ચા-વિચારણા કરશે. ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજ તથા તેના 224 જેટલા પૂર્વ રિયાસતના વારસદારોનો સંપર્ક કરીને તેઓને આ સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સંમેલનમાં 5000થી વધારે લોકો હાજર રહેશે અશ્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના લોકોને સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈપણ રાજકીય બાબતો અંગેનો નિર્ણય કે ચર્ચા કરવામાં આવશે નહીં માત્ર ક્ષત્રિય સમાજની એકતા માટે તમામ ક્ષત્રિય સમાજના રાજકીયથી લઈ વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવતા લોકો જોડાશે. 5000થી વધારે લોકો આ સંમેલનમાં હાજર રહે એવી શક્યતા છે.
કયા સ્ટેટના રાજાઓ અને જાણીતા લોકોને આમંત્રણ આપશે
- વાંકાનેર સ્ટેટ
- જામનગર સ્ટેટ (જામસાહેબ)
- લીંબડી સ્ટેટ
- મોરબી સ્ટેટ
- કચ્છ સ્ટેટ
- સાણંદ સ્ટેટ
- પંચમહાલ સ્ટેટ
- સાબરકાંઠા સ્ટેટ
- દાંતા સ્ટેટ
- શંકરસિંહ વાઘેલા
- શક્તિસિંહ ગોહિલ
- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
- પ્રદીપસિંહ જાડેજા
- પ્રદીપસિંહ વાઘેલા
- કિરીટસિંહ રાણા
- ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
- બળવંતસિંહ રાજપૂત
- જયદ્રથસિંહ પરમાર
રૂપાલા સામે ક્ષત્રિય સમાજ મેદાને હતો ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી સમયે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રૂપાલાના નિવેદનને લઇને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટની માગ સાથે ક્ષત્રિય આંદોલન પણ શરૂ કર્યું હતું.
રૂપાલાના વિરોધમાં રાજકોટના રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. એ અંતર્ગત 14 એપ્રિલ, 2024ના રોજ રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તિબા રાઉલ, કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, વીરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યાં હતાં.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024