એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
‘બાબો તો પાછો નહિ આવે, સરકાર ઢીંગલી માટે મદદ કરે’:વડોદરામાં પૂર સમયે સારવાર ન મળતા યુવકનું મોત, માતાએ રડતાં-રડતાં કહ્યું- એટલું પાણી હતું કે હોસ્પિટલ ન જવાયું, કમાનાર કોઈ નથી
Vadodara News Network September 24, 2024
વડોદરા શહેરમાં 26 ઓગસ્ટ, 2024ના રોજ ભયાનક પૂર આવ્યું હતું. જેમાં સત્તાવાર 13 લોકોના મોત સરકારે જાહેર કર્યા હતા. પૂરની પરિસ્થિતિ દરમિયાન વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશીપમાં રહેતા 29 વર્ષીય મનોજભાઈ પાટીલની તબિયત લથડી હતી. ઘરની ચારે કોર પાણી જ પાણી હતું. સતત બે દિવસ સુધી તેમની તબિયત ખરાબ રહી હતી, તેમ છતાં તેમને કોઈ મદદ મળી નહોતી. ત્રીજા દિવસે પાણી ઓછું થતાં તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતાં. જોકે, એક દિવસની સારવાર બાદ તેમને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારમાં તેઓ એકમાત્ર કમાનાર હતા, જેથી હવે પરિવાર નિરાધાર થઈ ગયો છે. મૃતકની માતાએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, બાબો તો પાછો નહિ આવે પણ સરકાર ઢીંગલીના ભવિષ્ય માટે મદદ કરે તો….
મૃતક મનોજભાઈના પરિવારમાં તેમના પત્ની, પુત્રી, માતા અને દાદી છે. મનોજભાઈની નાનકડી દીકરી પિતાને સતત યાદ કર્યા કરે છે. મનોજભાઈ જ્યારે નાના હતા, ત્યારે તેમના પિતાનુ અવસાન થતાં પિતાની છત્રછાયા તેમના ઉપરથી હટી ગઈ હતી. હવે મનોજભાઈની બે વર્ષની પુત્રીએ પણ પિતાને ગુમાવ્યા છે.
ઘરની આસપાસ ચારે કોર પાણી ભરાયેલું હતુંઃ આશાબેન દિવ્ય ભાસ્કરની મુલાકાત દરમિયાન મૃતક મનોજભાઈના માતા આશાબેન પાટીલે જણાવ્યું હતું કે, વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે મારો દીકરો મનોજ ખૂબ બીમાર હતો. અમારા ઘરની આસપાસ ચારે કોર પાણી ભરાયેલું હતું, જેથી તેને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકાયો નહોતો. થોડું પાણી ઓછું થયું પછી મારા જમાઈ અને દીકરી તેમને બોટમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની એક દિવસ સારવાર ચાલી હતી અને બીજા દિવસે જ મૃત્યુ થયું હતું. આ ઘટના પછી અમારા સ્થાનિક કોર્પોરેટરો અમને જોવા પણ આવ્યા નથી.
‘અમારા પરિવારમાં તે એકમાત્ર કમાનાર હતો’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારો દીકરો ઇડલીની વિસ્તારમાં ઈડલીની લારી ચલાવતો હતો અને આખા પરિવારનું ગુજરાત ચલાવતો હતો. અમારા પરિવારમાં તે એકમાત્ર કમાનાર હતો અને તે હવે અમારી વચ્ચે રહ્યો નથી. મારા દીકરાને પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેની એક બે વર્ષની પુત્રી પણ છે. તેને ગયા પછી અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. બાબો તો પાછો નહિ આવે પણ સરકાર તેની ઢીંગલી માટે અમારી બનતી મદદ કરે તેવી અમારી માંગણી છે.
સરકાર મારી દીકરીના ભવિષ્ય માટે જે થઈ શકે તે કરેઃ માધુરીબેન મૃતક મનોજભાઈના પત્ની માધુરીબેન પાટીલે જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટના રોજ પૂર આવ્યું હતું અને બે દિવસ સુધી સતત એમની તબિયત ખરાબ રહી હતી. તેમને ઝાડા-ઊલટી થયા હતા અને બ્લડપ્રેશર- સુગર ખુબ લો થઈ ગયું હતું. 29 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમને સમયસર સારવાર મળી હોત તો તેઓ આજે જીવતા હોત. અમારા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો અમને મળવા આવ્યા નથી. વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ અમને મળવા આવ્યા હતા અને અમને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. મારી સરકાર સમક્ષ માંગણી છે કે, મારી બે વર્ષની દીકરીના ભવિષ્ય માટે જે થઈ શકે તે કરે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશીપમાં રહેતા મનોજભાઈનું પૂરની પરિસ્થિતિમાં મૃત્યુ થયું હોવા છતાં સ્થાનિક કોર્પોરેટરો તેમના ઘરે ફરક્યા પણ નથી, જેને કારણે પરિવારમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024