એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
કરોડોના ખર્ચે બનેલી હોસ્ટેલ 5 વર્ષથી ખંડેર:NHL મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટેની બોયઝ હોસ્ટેલ બંધ, કેમ્પસમાં દારૂની ખાલી બોટલો
Vadodara News Network September 24, 2024
કરોડો રૂપિયાનો ખર્ચ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બિલ્ડિંગ્સ બનાવી દે છે, પરંતુ ત્યારબાદ તેનો યોગ્ય ઉપયોગ ન કરવાના કારણે જર્જરિત થઈ જાય છે. જર્જરિત થયેલી ઇમારતોને પણ રિનોવેશન કરી નવી કરવામાં આવતી નથી. જેના કારણે આવી બિલ્ડિંગ ખાલી પડી રહી છે. શહેરના પાલડી વિસ્તારમાં પ્રિતમનગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી બોયઝ હોસ્ટેલ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. હોસ્ટેલ બંધ હાલતમાં હોવાના કારણે ખંડેર અને જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. હોસ્ટેલના કેમ્પસમાં દારૂની બોટલો જોવા મળે છે, રૂમમાં ભંગારનો સામાન મૂકી દેવાયો છે
2007માં બનેલી હોસ્ટેલને 2019માં ખાલી કરાવી AMC દ્વારા વર્ષ 2007માં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલડી પ્રિતમનગર ખાતે મ્યુનિ. NHL મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ બનાવવામાં આવી હતી. વર્ષ 2019માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્ટેલ ખાલી કરાવીને બંધ કરી દેવામાં આવી હતી. બંધ હાલતમાં અને બિન વપરાશ હોવાના કારણે જર્જરિત થઈ ગઈ છે. એક તરફ SVP હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે, તેમાં હાલ 1100 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, પરંતુ હાલમાં મેડિકલના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી આ હોસ્ટેલમાં મેડિકલના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થઇ શક્તો નથી.
રિનોવેશન કરી વિદ્યાર્થીઓને રહેવાની સગવડ આપી શકાય વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, પાલડી ખાતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલ હોવા છતાં પણ હોસ્ટેલને રિનોવેશન કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી તેનું રિનોવેશન કરવામાં આવતું નથી. પૈસાની અછત હોવાના બહાના કાઢીને રિનોવેશન ન કરનારા ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની આ લાલિયાવાડીનું ઉદાહરણ છે. જો હોસ્ટેલને રિનોવેશન કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ રહેવા માટેની જગ્યા મળી શકે તેમ છે. વિદ્યાર્થીઓને પીજી અથવા ભાડે મકાન રાખીને રહેવું પડશે નહીં. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હિત માટે મ્યુનિ. બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રિનોવેશન કરવા માટેની કરવા કોંગ્રેસની માંગ છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024