એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
હાથ-પગ ધોતી બાળકીને દીપડો ખેંચી ગયો:ચહેરો અને ડાબો હાથ ખાઈ ગયો, જંગલમાંથી કપાયેલી હથેળી મળી; ઉદયપુરની કાળજું કંપાવે તેવી ઘટના
Vadodara News Network September 26, 2024
ગઈ કાલે ગુજરાત અને રાજસ્થાનમાં દીપડાના આતંકની ઘટનાઓ બની હતી. ગુજરાતના જામજોધપુરના સમાણા ગામ ઘોડિયામાં સૂતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં બનેલી ઘટના તો કાળજું કંપાવી નાખે તેવી છે.
ઉદયપુરથી લગભગ 45 કિલોમીટર દૂર ગોગુંડા વિસ્તારમાં દીપડાએ 5 વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. વિસ્તારમાંથી દીપડો બાળકીને ઉપાડી ગયો હતો. બાળકીની કપાયેલી હથેળી જંગલમાંથી મળી આવી હતી. થોડે દૂર તેનો મૃતદેહ પણ મળ્યો હતો. ગ્રામજનો કંઈ કરે તે પહેલાં જ ઝાડીઓમાંથી એક દીપડો આવ્યો અને મૃતદેહને લઈ ગયો.
રાત્રે 2 વાગ્યા સુધી ગ્રામજનો મૃતદેહની શોધમાં જંગલમાં શોધખોળ કરતા રહ્યા, પરંતુ સફળતા મળી ન હતી. છેલ્લા 20 દિવસમાં દીપડાએ આ વિસ્તારમાંથી 4 લોકોનો શિકાર કર્યો છે.
જ્યારે ગામલોકો જંગલની નજીકના ડુંગરાળ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમને થોડે દૂર બાળકીની કપાયેલી હથેળી પડી હતી અને થોડે આગળ વધ્યા બાદ બાળકીની લાશ મળી આવી હતી. દીપડાએ છોકરીનો ચહેરો અને ડાબો હાથ પણ ખાઈ ગયો હતો.
![બાળકીને શોધવા ગામલોકો રાત્રે નજીકના જંગલમાં પહોંચી ગયા હતા.](https://images.bhaskarassets.com/web2images/521/2024/09/25/fore_1727287198.jpg)
રાત્રે ગોગુંદા હેડક્વાર્ટરમાં માહિતી મળતાં પોલીસ અધિકારી શૈતાન સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાદમાં વન વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી. નોંધનીય છે કે દીપડાએ ગોગુંદા પોલીસ સ્ટેશન વિસ્તારના છાલી ગ્રામ પંચાયતના ઉંડીથલ, ભેવડિયા અને ઉમરિયામાં ત્રણ લોકોના જીવ લીધા છે. જે બાદ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ અને ચાર જિલ્લાની સેનાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉમરિયા નજીક લગાવવામાં આવેલા ત્રણ પાંજરામાંથી બે દીપડાને સોમવારે રાત્રે પાંજરામાં પૂરીને મંગળવારે સવારે ઉદયપુરના બાયોલોજિકલ પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા.
હજુ પણ છાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ સ્થળોએ વન વિભાગની ચાર ટીમો તહેનાત છે અને ત્રણ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યાં છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024