એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
માત્ર 20 મિનિટમાં તબાહી મચાવી:વડોદરામાં 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા કેબિન ઉડ્યાના CCTV, 300થી વધુ ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ ધરાશાયી, 4ના મોત, 29 વાહનો દટાયા
Vadodara News Network September 26, 2024
વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલા નવા વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખે આખું કેબીન ઉડીને દૂર ફેંકાઈ ગયું ગયું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતાં. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
29 વાહનો ઝાડ-હોર્ડિંગ્સ નીચે દટાયા ફાયર વિભાગમા મળેલા કોલ મુજબ સવારે છ વાગ્યા સુધીમા 150 ઝાડ કટિંગ કરી કામગીરી પૂર્ણ કરેલી છે. હજુ પણ શહેરમા એનેક જગ્યાએ ઝાડ પડેલા છે. હાલ સુધીમા 14 કાર, 14 ટુ-વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે. ત્યારે શહેરમા હજુ પણ કેટલીય જગ્યાએ ઝાડ પડ્યા છે. સાથે આવાં વિસ્તારોમા હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે. શહેરના જુનીગઢી વિસ્તારમા ઝાડ પડવાથી ત્રણ દુકાનોને નુકસાન પોહચ્યું છે. સાથે વીજ પોલ ધરાશાયી થતા વીજ વાયરો તૂટી પડ્યા છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. સ્થાનિકોની માગ છે કે, અમે છેલ્લા કેટલાય કલાકોથી વીજ વિભાગ અને ફાયર વિભાગને જાણ કરી છે છતાં પણ કોઈ અહીંયા આવ્યું નથી.
અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી વીજ પુરવઠો બંધ રહ્યો વડોદરા શહેરમાં ગઈકાલે સમી સાંજે આવેલા પ્રચંડ વાવાઝોડાએ વડોદરા શહેરમાં ત્રણ ઇંચ જેટલા વરસાદ સાથે અનેક જગ્યાએ ઝાડ પડવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા. તો બીજી તરફ ઝાડ પડવાના કારણે અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. શહેના અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. ત્યારે હજુ પણ ફાયર વિભાગમાં કોલ મળી રહ્યા છે અને 300 જેટલા ઝાડ શહેરમાં ધરાશાયી થયા હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો છે.
ચાર લોકોના મોત પ્રચંડ વાવાઝોડાના કારણે વડોદરા શહેરમાં એક 24 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે, તો જિલ્લામાં પાદરામાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સાથે જિલ્લાના પાદરામાં કિરણસિંહ છત્રસિહ રાઠોડ (ઉં.વ.50 રહે. પીપળીગામ ઘંટીવાળુ ફળિયુ તા.પાદરા જી.વડોદરા) ગઈકાલે સાંજે પોતાની બાઈક લઈ જતા હતા તે દરમિયાન પાદરા અંબાશકરી નજીક રોડ ઉપર નીલગીરીનું મોટુ ઝાડ માથા પર પડતા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરના કપુરાઇ નજીક મૂળ વરાછા સુરતના 45 વર્ષીય જગદીશ હીરપરા પોતાની કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વિશાળ બોર્ડ તેના પર ધરાશાયી થતા
બાઈક સ્લિપ થતા 29 વર્ષીય યુવકનું મોત આ સાથે વરસાદી માહોલ વચ્ચે દાહોદના 29 વર્ષીય જનક નીનામા હાલોલથી વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલટેક્સ પાસે જ તેઓની બાઈક સ્લીપ થઈ હતી અને તેઓને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ તમામ મૃતક વ્યક્તિઓની સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું.
કોઠી કચેરીની દીવાલ પડતાં વાહનો દબાયાં વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની હતી. ઐતિહાસિક કોઠી કચેરીની દિવાલ પડી જતા પાર્ક કરેલા ટુ-વ્હિલર્સ અને કાર દબાઈ હતી. 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 10થી વધુ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતાં. સદનસીબે જાનહાનિ થઈ નહોતી. જો કે, કેટલાક રસ્તાઓ પર અવરોધો ઉભા થયા હતાં. ફાયરબ્રિગેડે કામગીરી કરી રસ્તા પરથી ખસેડ્યા હતાં.
વીજ વાયર ખેચાતા અનેક વીજપોલ ધરાશાયી વડોદરા શહેરમાં ગતરોજ પ્રચંડ વાવાઝોડા સાથે વરસેલા વરસાદે શહેરમાં અનેક જગ્યાએ તબાહી મચાવી છે. શહેરના પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ વિસ્તારમાં ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો અંગેના ફાયર વિભાગને કોલ મળ્યા છે. મોડીરાત સુધીમાં ફાયર વિભાગના કંટ્રોલરૂમમાં 250થી વધુ કોલ મળ્યા હતા અને હજુ પણ ઝાડ પડવા અંગેના કોલ મળી રહ્યા છે. તો બીજી તરફ ઝાડ પડવાની સાથે જ વીજ વાયર ખેચાતા અનેક વીજપોલ ધરાશાયી થયાં છે.
એરપોર્ટની છતમાંથી પાણી પડ્યું બીજી તરફ વડોદરા શહેરના હરણી એરપોર્ટ બહાર આવેલ પેસેન્જર એરિયામાં છત પરથી પાણી પડતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એરપોર્ટ પર આવેલ મુસાફરો ઉપર વરસાદી પાણી પડી રહ્યું છે. જેનાં કારણે મુસાફરોને ભારે હાલાકીને સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
કોઈ અધિકારી અહીં જોવા આવ્યા નથી આ અંગે સ્થાનિક અશોકભાઇએ જણાવ્યુ હતું કે, સાંજે વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે મુકુલ ભારતી સ્કૂલ પાસેનું ઝાડ પડવાથી દુકાનોને નુકસાન થયું છે સાથે બે વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ અંગે વીજ કંપનીમાં અમે જાણ કરવા છતાં પણ કોઈ અધિકારી અહીં જોવા આવ્યા નથી. સાથે જ ફાયરને પણ જાણ કરી છે. પરંતુ અહીં કોઈ આવ્યું નથી.
ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા વેમાલી રોડ પર આવેલા અનેક ફ્લેટમાં બારીઓના કાચ તૂટી ગયા હતાં. શટર બારીઓમાં જે કાચ હતા તે કાચ પવનોના કારણે તૂટી નીચે પડતા રહીશોમાં ભય ફેલાયો હતો. રહીશો દરવાજા અને બારીઓથી દૂર જ રહ્યાં હતાં.
ગરબાના મેદાનોમાં પાણી ભરાયા વડોદરા શહેરમાં 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, તેવામાં ગરબા આયોજકો દ્વારા ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર કરી આખરી ઓપ અપાઇ રહ્યો છે. તેવામાં 3 ઈંચ વરસાદમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાય જતા કાદવ થઈ ગયો હતો. જ્યારે મેદાનને કોર્ડન કરેલા પતરાં પણ ઉડી ગયા હતાં. કેટલાક ગરબા મેદાનો પર તોરણ સહિતનું જે પણ ડેકોરેશન કર્યું હતું તેને પણ નુકસાન થયું હતું. આમ આયોજકોને ફરીથી તૈયારી કરવાનો વારો આવ્યો છે.
આ મુખ્ય સ્થળો ખાતે પાણી ભરાયાં હતા
- ચાર દરવાજા વિસ્તાર
- એમ.જી રોડ
- નવાબજાર
- રાવપુરા
- નિઝામપુરા રોડ
- ચોખંડી થી વિહાર સિનેમા
- નોવીનો સર્કલ થી મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ
- માંજલપુર ઈવા મોલ સામે
- માંજલપુર ગામ તરફ
- વડસર કાંસા રેસીડેન્સી સહિતનો વિસ્તાર
- ખોડિયાર નગરથી સરદાર એસ્ટેટ સુધીનો રસ્તો
- નટુભાઈ સર્કલ
SSG અને 10 માળની ઇમારતની સોલાર પેનલો પડી ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઝાડ-થાંભલા પડવાની ઘટનાઓ સામે આવી છે, સયાજી હોસ્પિટલની નવી લાઈબ્રેરીની તથા ઓડિટોરીયમની સોલાર પેનલ તૂટીને નીચે પડી હતી. જ્યારે નવાપુરા વિસ્તારમાં ક્રિષ્ના ટાવરના ટેરેસ પરની સોલાર પેનલો પણ 10મા માળેથી નીચે પડી હતી.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024