એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
6,6,6,6,6,6,6,6...પઠાણની તોફાની બેટિંગ:યુસુફે તાકાતથી ગગનચૂંબી સિક્સર ફટકારી; લીજેન્ડ્સ લીગની ફાઈનલમાં તાબડતોડ ઇનિંગ રમી
Vadodara News Network October 17, 2024
લીજેન્ડ્સ ક્રિકેટ લીગ 2024ની ફાઈનલ મેચ ગઈકાલે સધર્ન સુપર સ્ટાર્સ અને કોણાર્ક સૂર્ય ઓડિશા વચ્ચે બક્ષી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં સધર્નની ટીમ સુપર ઓવર મેચ જીતવામાં સફળ રહી હતી. કોણાર્કના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે મેચ દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તેમ છતાં તે પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં નિષ્ફળ રહ્યો હતો. મેચ દરમિયાન તે પોતાની ટીમ માટે છઠ્ઠા સ્થાને બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે 223.68ના સ્ટ્રાઈક રેટથી 38 બોલમાં 85 રનની તાબડતોડ બેટિંગ કરીને ફિફ્ટી ફટકારી હતી. મેચ દરમિયાન તેના બેટમાંથી 8 ગગનચુંબી છગ્ગા અને 6 શાનદાર ચોગ્ગા આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે કોણાર્કની ટીમ મેચ ટાઈ કરવામાં સફળ રહી.
જો કે, કોણાર્કની ટીમ સુપર ઓવરની મેચમાં અજાયબી કરી શકી ન હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર ઓવર મેચમાં કોણાર્કની ટીમ પ્રથમ બેટિંગ કરીને 1 ઓવરમાં 13 રન બનાવી શકી હતી. ટીમ માટે યુસુફ પઠાણે 5 બોલમાં 1 સિક્સરની મદદથી સૌથી વધુ 7 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય કેપ્ટન ઈરફાન પઠાણે 1 બોલમાં 1 રનની અણનમ ઇનિંગ રમી હતી અને રિચર્ડ લેવીએ 1 બોલમાં 4 રનની અણનમ ઇનિંગ રમી હતી.
સુપર ઓવરમાં માર્ટિન ગુપ્ટિલનો ધમાકો વિપક્ષી ટીમ સધર્ન સુપર સ્ટાર્સના ટાર્ગેટને ચેઝ કરવા માટે માર્ટિન ગુપ્ટિલ અને પવન નેગી મેદાનમાં ઉતર્યા હતા. જ્યાં ગુપ્ટિલે માત્ર 3 બોલમાં 2 છગ્ગાની મદદથી 12 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે નેગી 1 બોલમાં 1 અણનમ રન અને ચિરાગ ગાંધી 1 બોલમાં 1 અણનમ રન બનાવવામાં સફળ રહ્યો હતો.
સધર્ન સુપર સ્ટાર્સની ટીમ 164/6 રન બનાવવામાં સફળ રહી બક્ષી સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સધર્ન સુપર સ્ટાર્સની ટીમ 6 વિકેટના નુકસાને 164 રન બનાવી શકી હતી. ટીમ માટે સૌથી વધુ સ્કોરર હેમિલ્ટન મસાકાડ્ઝાએ બનાવ્યો હતો. જેણે 58 બોલમાં 83 રનની વિસ્ફોટક અડધી સદી રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 8 છગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા.
વિપક્ષી ટીમે આપેલા 165 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોણાર્કની ટીમ પણ 9 વિકેટના નુકસાને 164 રન જ બનાવી શકી હતી. જે બાદ મેચનું પરિણામ સુપર ઓવરથી નક્કી થયું હતું.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024