એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
શાળા પ્રવાસને લઈ સરકારની નવી ગાઈડલાઈન:તમામ સ્કૂલે સમગ્ર પ્રવાસના ડે ટુ ડે કાર્યક્રમની જાણ કરવાની રહેશે, કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહીં
Vadodara News Network October 24, 2024
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં સૂચવેલ દફ્તર વગરના દિવસો દરમિયાન બાળકો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસનની દ્રષ્ટીએ મહત્વના સ્થળોની મુલાકાત લે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી(સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર, અવલોકન શક્તિ વધે, જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને આનંદ સાથે શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. પ્રવાસનો મૂળ હેતુ ફલિતાર્થ થાય અને આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ/ શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે વિદ્યાર્થીઓના વય જૂથને ધ્યાને લઈ રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગેની માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના, આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ/શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે નીચે મુજબની સૂચનાઓનો તેમજ કાર્યપધ્ધતિનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
પ્રવાસનું આયોજન 1. શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત ‘સમિતિ’ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વય જૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.
2. શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (1) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને (2) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશનર/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (3) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિવસ 15 પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.
3. સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
4. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
5. જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇડીપ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.
5. પ્રવાસ મરજિયાત રહેશે કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
6. પ્રવાસમાં 154 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે
7. દેખીતા જ બિમાર/ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં.
8. જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે.
9. વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટિંગ કરી “શું કરવું, શું ન કરવું* તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.
પ્રવાસ દરમિયાન રાખવાની થતી કાળજી:-
१. પ્રવાસ દરમિયાન પ્રથમ સારવાર (First-Aid) કીટ સાથે રાખવી તેમજ ઋતુ (મોસમ) પ્રમાણે પ્રવાસના સ્થળોની પસંદગી કરવાની રહેશે.
२. પ્રવાસમાં વાહનમાં GPS ટ્રેકીંગ સિસ્ટમ હોય તેવા જ વાહન પસંદ કરવા તથા બસ ડ્રાઇવર તથા બસના સ્ટાફ કેફી પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાતરી કરવી, જો દેખીતી રીતે ડ્રાઇવર વાહન બરાબર ચલાવતો ન હોય તો આગળ મુસાફરી ન કરવી. પ્રવાસના વાહનમાં સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (R.T.O.) દ્વારા આપેલ પરમીટ મુજબ જ નિયત સંખ્યા પ્રમાણે પ્રવાસનું આયોજન કરવું. કોઇપણ સંજોગોમાં પરમીટમાં મળેલ મંજૂરીથી વધારે સંખ્યામાં મુસાફરી ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
3 પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહન સારી કન્ડીશન તેમજ પૂરતી સુવિધા વાળું હોવું જોઇશે તેમજ પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી (R.T.O.) દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ રજિસ્ટ્રેશન કાર્ડ (R.C. Book), પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઈસન્સ, વીમો વગેરેની નકલો અગાઉથી મેળવવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવી.
४, વાહન ચાલક દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગતિ મર્યાદા(Speed limit) ખાસ જાળવવાની રહેશે.
५. પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો વિદ્યાર્થીઓ? અન્ય કોઈપણ સ્ટાફ તેમજ વાહન ચાલક દ્વારા લેવામાં ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખવા २हेशे
5. પ્રવાસમાં લેવાના વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે તથા તેના ઉપયોગની પૂરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવાની રહેશે.
७. સૂચિત પ્રવાસના સમયગાળા દરમિયાન કુદરતી આફત-વાવાઝોડા, ભારે વરસાદ, શીતલહેર, ધરતીકંપ, કમોસમી વરસાદ, અસાધારણ ઠંડી/ગરમી બાબતે હવામાન ખાતા કે સરકાર દ્વારા અગમ ચેતી આપવામાં આવેલ હોય તે બાબત ધ્યાનમાં લઈ તે મુજબ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે.
८. પ્રવાસ દરમિયાન જળાશયોમાં “બોટિંગ-રાઇડીંગ” બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડીંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહી તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક / કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.
પ્રવાસ દરમિયાન જોખમી સ્થળોની (એડવેન્ચર કેમ્પ, રાઇડ્સ)મુલાકાત ટાળવી અને શૈક્ષણિક હેતુ સિધ્ધ થાય તે પ્રકારના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે તથા પ્રવાસ દરમિયાન તરણ સ્પર્ધા જેવી જોખમી સ્પર્ધા કે તેવી પ્રવૃતિઓ કરવાની કે તેમાં ભાગ લેવાની રહેશે નહિ.
૧૦. રાત્રિ રોકાણ માટે સલામતીભર્યું સ્થળ પસંદ કરવું અને શક્ય હોય ત્યા સુધી મોડામાં મોડા રાત્રિના ૧૦:૦૦ કલાક (૨૨.૦૦) સુધીમાં રોકાણના સ્થળે પહોંચી જવું.
11 વિદ્યાર્થીઓના રાત્રિ રોકાણ માટે સ્વચ્છ આરોગ્યપ્રદ અને સલામત સ્થળની પસંદગી કરવી તથા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવી. જેથી કોઇ આકસ્મિક ફુડ પોઇઝનીંગ જેવી દુર્ઘટના નિવારી શકાય.
૧૨. પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે પૂર્ણ થાય તથા વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટેની તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરી સુચારૂ આયોજન કરવા તથા અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તે અંગેની સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે.
૧૩. બસમાં મુસાફરી કરનાર તમામ જેમાં ડ્રાઈવર તથા તેના સહાયક સ્ટાફ તેમજ પ્રવાસમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વગેરેની જરૂરી માહિતી સાથેના ઓળખકાર્ડ અચૂકપણે સાથે રાખવાના રહેશે.
૧૪. પ્રવાસ દરમિયાન સમય, સંજોગો વગેરે લક્ષમાં લઈ ‘સમયવર્તે સાવધાન’ જેવા વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા તેમજ હિતને ધ્યાનમાં રાખીને બુધ્ધિગમ્ય નિર્ણય લેવાના રહેશે.
અન્ય બાબતો:-
१. પ્રવાસની તારીખના ૧૫ દિવસ પહેલાં પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (R.T.O.) તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ કરવાની રહેશે.
२. નાણાકીય હિસાબ સ્પષ્ટ અને પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનાથી અવગત કરવાના રહેશે.
3. આ બાબતે સરકારશ્રીના અન્ય વિભાગો દ્વારા આનુષાંગિક સૂચનાઓ કે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવે તો તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપર્યુક્ત સૂચના સરકારી/અનુદાનિત/ખાનગી(સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે. ઉક્ત તમામ સૂચનાઓનો અચૂકપણે અમલ કરવાનો રહેશે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024