એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
ચક્રવાત દાના:ઓડિશામાં આજે મોડીરાત્રે વાવાઝોડું ટકરાશે, 300 ફ્લાઇટ, 552 ટ્રેન રદ, NDRF તહેનાત; બંગાળ સહિત 7 રાજ્યને અસર
Vadodara News Network October 24, 2024
બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું ‘દાના’ આજે મોડીરાત્રે 2 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. એની અસર પશ્ચિમ બંગાળ પર પણ થશે. હાલમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ઓડિશાના ભદ્રકમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. ભુવનેશ્વર હવામાન કેન્દ્ર અનુસાર આ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 સેમી વરસાદ પડી શકે છે. ભદ્રક, કેન્દ્રપરા સહિત કેટલાંક સ્થળોએ 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઓડિશાના 14 જિલ્લામાં 10 લાખ લોકોને ખસેડવામાં આવ્યા છે.
બે એરપોર્ટ પર 300 ફ્લાઇટ્સ કેન્સલ, 552 ટ્રેન રદ
ભુવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ પર ગુરુવારે સાંજે 5 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી 16 કલાક લગભગ 300 ફ્લાઇટ્સ કેન્સલ રહેશે.
અહીં સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવેએ 14 ટ્રેનો કેન્સલ કરી છે. કુલ 552 ટ્રેનો રદ કરવામાં આવી છે.
ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટૂરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તહેનાત કરી છે.
કેન્દ્રપરામાં પણ પવન ફૂંકાઈ રહ્યો છે
વાવાઝોડા સાથે જોડાયેલી તસવીરો…
ઓડિશામાં 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી
ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ કહ્યું- લગભગ 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી છે. પુરીના 3 હજારથી વધુ પ્રવાસીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા છે અને આગામી ચાર દિવસ માટે હોટેલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ચક્રવાત દાનાની 7 રાજ્યમાં અસર
ઓડિશા: ઓડિશાના 30 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 14માં વાવાઝોડાની વ્યાપક અસર થવાની શક્યતા છે. IMD એ 24 થી 26 ઓક્ટોબર સુધી અંગુલ, નયાગઢ, બાલાસોર, મયૂરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર, કેંદુઝાર, જાજપુર, કટક અને ઢેંકનાલ, ખોરધા, ગંજમ અને પુરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
તૈયારી: ઓડિશા NDRFની 20 ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ફોર્સ (ODRF)ની 51 ટીમો અને ફાયર બ્રિગેડની 178 ટીમો તહેનાત કરવામાં આવી છે. 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી છે. આગામી ચાર દિવસ માટે હોટલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ: પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં 23થી 24 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે.
તૈયારી: પશ્ચિમ બંગાળના આઠ જિલ્લાઓ – દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, હુગલી, હાવડા અને કોલકાતામાં 26 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ કરવામાં આવી છે. રાજ્યમાં 85 રાહત ટીમો તહેનાત કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે.
તૈયારી: આંધ્રપ્રદેશમાં NDRFની 9 ટીમો તહેનાત કરવામાં આવી છે.
ઝારખંડ
અસરઃ પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ સિંઘભૂમ, સિમડેગા, સેરાકેલા-ખારસાવાન, દેવઘર, ધનબાદ, દુમકા, ગિરિડીહ, ગોડ્ડા, જામતારામાં વરસાદ પડી શકે છે.
તૈયારી: ઝારખંડમાં NDRFની 9 ટીમો તહેનાત કરવામાં આવી છે.
છત્તીસગઢ
અસરઃ હવામાન વિભાગે આજે 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 25 થી 27 ઓક્ટોબર સુધીના ત્રણ દિવસમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. 25 અને 26 ઓક્ટોબરે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
તૈયારી: NDRFની એક ટીમ છત્તીસગઢમાં તહેનાત કરવામાં આવી છે
બિહારઃ ભાગલપુર, બાંકા, જમુઈ, મુંગેર, શેખપુરા, નાલંદા, જહાનાબાદ, લખીસરાય, નવાદા, ગયા, કટિહાર, પૂર્ણિયા, કિશનગંજમાં તેની અસર જોવા મળશે. ઘણા જિલ્લાઓમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
તામિલનાડુ: IMDએ દક્ષિણ ભારતના તામિલનાડુ અને પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
તૈયારીની તસવીરો…
શું તૈયારીઓ કરવામાં આવી છે…
- ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ બંનેમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ ઉપરાંત આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડની બચાવ અને રાહત ટીમને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
- ઓડિશા NDRFની 20 ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ફોર્સ (ODRF)ની 51 ટીમો અને ફાયર બ્રિગેડની 178 ટીમો તહેનાત કરવામાં આવી છે.
- 14 જિલ્લાઓમાં 3,000થી વધુ સંવેદનશીલ ગામોની ઓળખ કરવામાં આવી છે. લગભગ 6,000 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે.
- 25 ઓક્ટોબરે 11 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, તેથી દરિયાકાંઠાના વિસ્તારોને લગભગ ખાલી કરાવવામાં આવ્યા છે.
- પશ્ચિમ બંગાળના આઠ જિલ્લાઓ – દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગના, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, હુગલી, હાવડા અને કોલકાતામાં 23 થી 26 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં 85 રાહત ટીમો તહેનાત કરવામાં આવી છે.
- NDRFના ડીઆઈજી મોહસેન શાહિદીએ જણાવ્યું કે ઓડિશામાં 20, પશ્ચિમ બંગાળમાં 13 અને રિઝર્વમાં ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે.
- NDRFના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ રાજ્યોમાંથી કુલ 45 ટીમો માંગવામાં આવી હતી. અમે કુલ 56 ટીમોની ઓળખ કરી છે, જેમાંથી 45 સક્રિય રીતે તહેનાત છે. આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં નવ-નવ ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે એક ટીમ છત્તીસગઢમાં તહેનાત કરવામાં આવી છે.
- દાના નામ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું હતું, સાઉદી અરેબિયાએ વાવાઝોડાને દાના નામ આપ્યું છે. તેનો અર્થ છે ઉદારતા. જો વાવાઝોડાની ગતિ 62 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો તેને વિશેષ નામ આપવું જરૂરી બની જાય છે. જો આ ભારે પવન 137 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે અથવા તેનાથી વધી જાય છે, તો તેને ચક્રવાતી તોફાન કહેવામાં આવે છે.
સાઉદી અરેબિયાએ વાવાઝોડાને દાના નામ આપ્યું છે
દાના નામ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું હતું, તેનો અર્થ એ છે કે સાઉદી અરેબિયાએ વાવાઝોડાને દાના નામ આપ્યું છે. તેનો અર્થ છે ઉદારતા. જો વાવાઝોડાની ગતિ 62 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો તેને વિશેષ નામ આપવું જરૂરી બની જાય છે. જો આ ભારે પવન 137 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે અથવા તેનાથી વધી જાય છે, તો તેને ચક્રવાતી વાવાઝોડું કહેવામાં આવે છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024