એકતાનગરમાં ઝગમગાટ, ડ્રોન નજારો:સરદાર પટેલની જન્મજયંતી નિમ...
સરદાર પટેલ જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન આજે સાંજે એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસના વિવિધ સ્થ...
October 30, 2024
રાત પડતાં જ વતન જવા પડાપડી:સુરતમાં લક્ઝરી બસમાં બેસવા 10 કિમી સુધી મેળાવડો, રોડ પર બસના થપ્પા; ડબલના સોફામાં 4 લોકો બેસી કરી રહ્યા છે મુસાફરી
Vadodara News Network October 29, 2024
વેકેશન પડતાં જ સુરત દિવસ અને રાત ખાલી થઈ રહ્યું હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે. મિની ઇન્ડિયા તરીકે ઓળખાતા સુરતમાંથી અન્ય રાજ્યમાંથી આવેલા લોકો ટ્રેન મારફત વતન જઈ રહ્યા છે, જ્યારે ગુજરાતનાં અલગ અલગ શહેરો અને ગામડાંમાંથી રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયેલા લોકો એસટી અને પ્રાઇવેટ બસ થકી વતન પહોંચી રહ્યા છે.
કતારગામ ખાનગી બસ પાર્કિંગથી લઈને કામરેજ સુધી 15 કિલોમીટરના વિસ્તારમાં લક્ઝરી બસમાં બેસવા માટે 10 કિમી સુધી લોકોનો મેળાવડો થઈ જતો હોય છે. આ 10 કિમીના વિસ્તારમાં સૌથી વધુ બસના થપ્પાઓ પણ લાગી જતા હોય છે.
વર્ષમાં એકવાર વતન જવાનું હોય કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે આજે હું દિવાળી ઊજવવા માટે પરિવાર સાથે સુરતથી અમરેલી વતન જવા નીકળ્યો છું. દર દિવાળીએ વડીલ માતા-પિતા હોવાથી જવું જ પડે છે. વર્ષમાં એકવાર જવાનું હોય. ખાનગી બસના ભાડા રેગ્યુલર 700 રૂપિયા હોય છે. જોકે અત્યારે ડબલ થઈ ગયા છે. ખાનગી બસવાળાને અત્યારે સિઝન હોય છે, એટલે ભાડા વધારે છે. એસટી બસો વધુ મૂકવામાં આવી છે, પણ અમે ક્યારેય એસટી બસમાં ગયા નથી. દર વર્ષે પ્રાઇવેટ બસમાં જતા હોઈએ છીએ.
ડબલ સોફા બોક્સનો ભાવ 2800થી 3000 સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના રહેવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે. આ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાતવાસીઓ સુરતના હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં દિવાળી વેકેશનમાં વતન પરત ફરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગની મંદીમાં ઝઝૂમતા રત્ન કલાકારોને લક્ઝરી બસ-સંચાલકો લૂંટી રહ્યા છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 2800થી 3000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. લોકો પણ કહી રહ્યા છે કે વર્ષમાં એકવાર ગામડે માતા-પિતાને મળવા જવાનું હોય છે તો જવું તો પડે જ ને.
ત્રણ દિવસથી લોકોનો વતન જવા ધસારો છેલ્લા ત્રણ દિવસથી લાખો લોકો વેકેશનને લઈને સુરતથી વતન જતા રહ્યા છે. એને પગલે સુરત ખાલી થવાનું શરૂ થઈ ગયું છે. 5 નવેમ્બર સુધી વતન તરફનો ધસારો ટ્રેન, એસટી અને પ્રાઇવેટ બસોમાં જોવા મળે એવી શક્યતા છે.
સાથે ટ્રાફિકને પણ અસર પહોંચે છે કતારગામથી કામરેજ 15 કિમીના રોડ પર 10 કિમીમાં રાત્રે ખાનગી બસમાં વતન જવા માટે મેળાવડાઓ થઈ જાય છે. પહેલું સ્ટોપ રિદ્ધિસિદ્ધિ ખાતે હોય છે. જ્યાંથી હીરાબાગ, કાપોદ્રા, ચોપાટી, નાના વરાછા ઢાળ, પ્રાણીસંગ્રહાલય, સરથાણા જકાતનાકા, નવજીવન હોટલ, શ્યામધામ પાર્કિંગ, પાસોદરા, લસકાણા સહિતના અલગ અલગ પોઇન્ટ પર ખાનગી બસો ઊભી રહેતી હોય છે. આ તમામ સ્થળો પર મેળાવડો જોવા મળતો હોય છે. આ તમામ સ્ટોપ પર બસો ઊભી રહેતી હોવાથી બસોના થપ્પા લાગી ગયા હોય એવાં દૃશ્યો પણ જોવા મળે છે. આ સાથે ટ્રાફિકને પણ અસર પહોંચે છે.
ભાવનગરના 500 રૂપિયા સામે 800થી 1000 ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પેસેન્જરોને લઈ જવા લક્ઝરી બસના સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છે. ડબલના સોફામાં જ્યાં કેપેસિટી બે વ્યક્તિની છે, એમાં ચાર રત્નકલાકારો વ્યક્તિદીઠ 1000 મળી કુલ 3000થી 4000 રૂપિયા ચૂકવી રહ્યા છે. ઉના જવા માટે સિંગલના સોફાના સામાન્ય દિવસોમાં 800 રૂપિયા હોય છે, હાલ 1600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં જૂનાગઢ જવાનો ભાવ 650થી 700 રૂપિયા હોય છે, એના 1400 વસૂલવામાં આવી રહ્યા છે. અમરેલીના 700ના 1400 રૂપિયા, ભાવનગરના 500 રૂપિયા સામે 800થી 1000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
લક્ઝરી બસોના સંચાલકોની ઉઘાડી લૂંટ ખાનગી બસચાલકો દ્વારા આ સમસ્યા નવી નથી. દર વર્ષે દિવાળીના થોડા દિવસો પૂર્વે ખાનગી, લક્ઝરી બસોના સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂ થઈ જાય છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત મોટા ભાગની ખાનગી લક્ઝરી બસોના ભાવો બમણા કે ત્રણ ગણા સુધી થઈ જાય છે. વર્ષોવર્ષ રત્નકલાકારો તેમનાં સંગઠનો દ્વારા સત્તાધીશોને ફરિયાદો થતી રહી છે, પરંતુ આ સમસ્યાનું હજુ સુધી યોગ્ય નિરાકરણ લાવી શકાયું નથી.
હીરા ઉદ્યોગમાં હાલ ઘેરી મંદી ચાલી રહી છે ખાસ કરીને હીરા ઉદ્યોગમાં હાલ ઘેરી મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે, તો ઘણા અડધા પગારે જેમ તેમ ઘરનું ગાડું ચલાવી રહ્યા છે. ત્યારે આવા વિપરીત સંજોગોમાં આવા બેહાલ રત્નકલાકારોને લૂંટવાનું કાવતરું અસહ્ય બની રહ્યું છે. માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ અન્ય કામ-ધંધા પણ મંદીને કારણે ઠપ છે, જોકે લોકો વર્ષમાં એકવાર વતન માતા-પિતા પાસે જતા હોય છે. આ સાથે વર્ષોથી પ્રાઇવેટ બસના સહારે વતન પહોંચતા હોય છે.
टैग :
आपको यह भी पसंद आ सकता हैं
એન્ટિલિયા અંદરથી કેવું છે એનાં ખાસ સિક્રેટ ખોલ્યાં:ગુજરાત...
નવરાત્રિને આડે હવે થોડાક જ દિવસો બાકી છે. ખેલૈયાઓ આતુરતાથી નવલાં નોરતાંની રાહ જોઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૈલેયા પોતાના ફેવરિટ ગરબા સિંગ...
September 14, 2024