‘વેલકમ ટુ ધ જંગલ’ નું શૂટિંગ 70% પૂરું થઇ ગયું છે. ત્યારે બાકીનું શૂટિંગ દુબઈમાં થશે તેવા સમાચાર છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં અરશદ વારસી અને રવિન ટંડન પણ ઘણા લાંબા સમય બાદ જોવા મળશે તો અહેમદ ખાનના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું ઈન્ડિયાનું શુટ ઓગસ્ટ મહિનામાં જ પૂરું થઈ ગયું હતું. હવે બાકીના શુટ માટે વિદેશ જવાની વાત થઈ રહી છે ત્યારે એક વાત એવી સામે આવી છે કે આ ફિલ્મનું શૂટિંગ દુબઈની એવી જગ્યાએ થશે જ્યાં આજ સુધી એકપણ ફિલ્મના શુટને પરવાનગી મળી નથી.
આ ફિલ્મ ફેબ્રુઆરી 2025 માં રીલીઝ થશે. અહેમદ ખાન નિર્દેશિત આ ફિલ્મ ફિરોઝ નડિયાદવાળા પ્રોડ્યુસ કરી રહ્યા છે તો આ ફિલ્મના બાકીના શુટ માટે લોકેશનની પરવાનગી માટે ટીમ ઘણા લાંબા સમયથી પ્રયત્નોમાં લાગેલી છે ને હવે તે દુબઈમાં અબુધાબીમાં શુટ થશે.
દુબઈમાં શુટ થશે ફિલ્મ
વાત કરીએ ફિલ્મના શૂટિંગની તો ડિરેક્ટરે જણાવ્યું કે આ ફિલ્મનું દુબઈના અબુધાબીમાં એક મેગા શિડ્યુલ યોજાશે. આ લોકેશન પણ ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. દર્શકોને આ ફિલ્મ માટે ઘણો ઉત્સાહ છે ત્યારે ટીમ ત્યાં જવાનું ક્યારનું પ્લાનિંગ કરી રહી છે.
હોલીવુડને પણ નથી મળી પરમીશન
ફિરોઝ નડિયાદવાલાએ ફિલ્મના આંતરરાષ્ટ્રીય શૂટ વિશે વાત કરતાં કહ્યું કે, ટૂંક સમયમાં શિડ્યુલ શરૂ થવા જઈ રહ્યું છે અને તેનું શૂટિંગ UAEના અદ્ભુત સ્થળોએ કરવામાં આવશે. ફિલ્મના એક્શન, ગીતો અને ઘણા દ્રશ્યો UAEના પ્રખ્યાત સ્થળો પર શૂટ કરવામાં આવશે. ઘણા વિદેશી એક્શન અને સ્ટંટ ક્રૂ અને ડાન્સર્સ પણ તેમાં સામેલ થશે. આ સાથે કહ્યું કે આજ સુધી હોલિવુડની ફિલ્મોને પણ તે જગ્યાઓ પર શૂટ કરવાની પરવાનગી આપવામાં આવી નથી જ્યાં શૂટિંગ થવાનું છે. ફિલ્મનું 70 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
![Jay Sharma](https://vadodaranewsnetwork.com/wp-content/uploads/2024/12/IMG-20241112-WA0025-96x96.webp?d=https://vadodaranewsnetwork.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)