હાલ ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. ત્યારે મહાકુંભનાં પ્રથમ દિવસે પોષ પૂનમનાં દિવસે શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં વિલંબ કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પુષ્પવર્ષા કરવામાં વિલંબ કરનાર એવિએશન કંપનીનાં સીઈઓ અને પાઈલટ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ઉત્તર પ્રદેશનાં નાગરિક વિભાગનાં ઓપરેશન મેનેજર કેપી રમેશે એફઆઈઆર નોંધાવી છે. તેમજ આ ફરિયાદ મહાકુંભ નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ સરકારે પોષ પૂનમનાં દિવે શ્રધ્ધાળુઓ પર ફૂલની વર્ષા કરવાની જવાબદારી હેરિટેજન એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. ત્યારે કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એવિએશન કંપનીએ કોઈ પણ જાતની જાણકારી આપ્યા વિના હેલિકોપ્ટર અયોધ્યા મોકલી દીધું હતુ. ત્યારે અયોધ્યા જઈ રહેલા હેલિકોપ્ટરનાં કારણે મહાકુંભનાં પ્રથમ દિવસે પોષ પૂનમનાં દિવસે સવારે શ્રદ્ધાળુઓ પર ફૂલની વર્ષી થઈ ન હતી. જે બાદ નાગરિક ઉડ્ડયન વિભાગે અન્ય હેલિકોપ્ટરને મહાકુંભ મોકલ્યું હતું. તેમજ સાંજે 4 વાગ્યા પછી જ ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા કરવાનો મામલો ગંભીર બન્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. એવિએશન કંપનીનાં સીઈઓ રોહિત માથુર, પાયલટ કેપ્ટન પુનીત ખન્ના તેમજ ઓપરેશન મેનેજર વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર મામલે મહાકુંભ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આ મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પોષ પૂર્ણિમાનાં દિવસે સાંજે 4 વાગ્યા સુધી હેલિકોપ્ટર દ્વારા શ્રદ્ધાળુઓ પર પુષ્ફ વર્ષા કરવામાં ન આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. પોષ પૂનમનાં દિવસે 1.65 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું હતું.































