Vadodara News Network

અમદાવાદની કાકડિયા હોસ્પિ.માં સ્ટેન્ટ મૂક્યા બાદ યુવકનું મોત:ઓપરેશન માટે અંદર લઈ ગયા ને નળી ફાટી, હૃદયમાં સોજો ચડી ગયો; પત્નીએ કહ્યું-મારે મારો પતિ જોઇએ, ભાજપના પૂર્વ MLA છે ટ્રસ્ટી

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈને વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યો હતો. આજે સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું છે. જેથી, પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી અને હોબાળો મચાવ્યો છે. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી છે.

અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું મૃતક અરવિંદભાઈના ભાઈ ચંદ્રકાંતભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ભાઈને ગળામાં દુખતુ હતું એટલે અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા. સવારે 4 વાગ્યે ICUમાં તાત્કાલિક લઈ ગયા. આખા શરીરના રિપોર્ટો કાઢ્યા તો કહ્યું કે, બરોબર છે. અત્યારે તમને ઈન્જેક્શન અને દવા લખી દીધી છે એટલે તમને દુખાવામાં આરામ આવી જશે. અમે ડૉક્ટરને પૂછ્યું કે, હવે વાંધો નહી આવે ને સાહેબ તો કે કશો વાંધો નહી આવે.

રાત્રે અમે તેમને દુખાવો થતા સારવાર માટે કાકડિયા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારે તેમને ઇન્જેક્શન આપ્યું હતું અને દવા આપી હતી. ત્યારબાદ સવારે જ્યારે આવ્યા ત્યારે તેમના રિપોર્ટ કર્યા હતા અને તેમાં કહ્યું હતું કે તેમની નળી બ્લોક છે જેથી તેમને ઓપરેશન કરવા માટે અંદર લઈ ગયા હતા અને એક નળી નાખી અને ઓપરેશન કર્યું હતું. જ્યારે તેઓ અમને નડી બતાવતા હતા ત્યારે એક નળી તૂટેલી હતી અને વિમાન જેવું દેખાતું હતું. જેથી, તેઓએ કહ્યું હતું કે આ નળી ફાટી ગઇ છે. અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી સારા થઈ જશે.

ICUમાં લાવ્યા ને થોડીવારમાં હૃદયમાં સોજો આવવા લાગ્યો ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ તેઓને ICUમાં લાવવામાં આવ્યા હતા પરંતુ થોડી જ વારમાં તેમના હૃદય પર સોજો આવવા લાગ્યો હતો અને ડોક્ટરે કહ્યું હતું કે- હવે તે સિરિયસ થઈ ગયો છે. અમે કહ્યું- હું મારો ભાઈ સાજો લઈને આવ્યો હતો અને અચાનક કેવી રીતે થઈ ગયું હવે એક જ માંગ છે કે, અમને ન્યાય મળવો જોઈએ.

પરિવારજનોએ દર્દીની લાશ સ્વીકારવાની ના પાડી દીધી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો છે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દર્દીની લાશને સ્વીકારશે નહીં તેમ જણાવ્યું છે. પરિવારજનો દ્વારા હંગામો કરવામાં આવતા શહેર કોટડા પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળ કરી મૂકી છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, સાજા માણસને મારી નાખ્યો છે. પરિવાર હોસ્પિટલના આઇસીયુની બહાર હોબાળો કરી અને તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ટ્ર્સ્ટી આવતાંની સાથે જ પરિવારજનો ઘેરી વળ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હોસ્પિટલના ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલ ખાતે પહોંચતાની સાથે જ દર્દીના પરિવારજનો તેમને ઘેરી વળ્યા હતા. લોકોએ કાકડિયા હોસ્પિટલ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા. વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલના પ્રમુખ છે. જ્યારે અશોકભાઈ સવાણી વહીવટી હોદ્દેદાર તરીકે કાર્યરત છે.

 

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved