અમેરિકાની સુપ્રીમ કોર્ટે બુધવારે (05 માર્ચ, 2025) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. લગભગ $2 બિલિયન વિદેશી સહાય ચૂકવણીને રોકવાના તેમના પ્રયાસને ફગાવી દેવામાં આવ્યો. ટ્રમ્પ વહીવટીતંત્રને આપવામાં આવેલા કાનૂની પડકાર પરના પોતાના પહેલા નિર્ણયમાં, કોર્ટે 5-4 મતથી નીચલી કોર્ટના આદેશને સમર્થન આપ્યું. આ નિર્ણયમાં એ જરૂરી કરવામાં આવ્યું હતું કે જે સહાય કરારો પર ચૂકવણી કરવામાં આવે, જે પહેલાથી જ પૂર્ણ થઈ ચુક્યા છે.
માહિતી અનુસાર, ન્યાયાધીશોએ કહ્યું કે જે જજોએ યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથેના કરારો માટે ચૂકવણી ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, તેમણે એ સ્પષ્ટ કરવું જોઈએ કે સરકારે કઈ જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. નવ સભ્યોની સુપ્રીમ કોર્ટમાં રૂઢિચુસ્ત ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ અને ટ્રમ્પ દ્વારા નિયુક્ત એમી કોની બેરેટે ત્રણ જજો સાથે મતદાન કર્યું.
હજુ પણ થઈ શકે છે વિવાદ
જોકે આ ચુકાદાથી ભંડોળ જારી કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ન્યાયાધીશોએ સ્પષ્ટ સમયરેખા નક્કી કરી નથી અને જેના કારણે નીચલી અદાલતોમાં આગળ વિવાદ થઈ શકે છે. આ ઉપરાંત, મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ સહિત જસ્ટિસ એમી કોની બેરેટ, એલેના કાગન, સોનિયા સોટોમાયર અને કેતનજી બ્રાઉન જેક્સનના બહુમત પર સહી પણ નથી કરવામાં આવી.
જયારે સેમ્યુઅલ એલિટો, ક્લેરેન્સ થોમસ, નીલ ગોર્સચ અને બ્રેટ કેવનો જેવા ન્યાયાધીશોએ તેનો વિરોધ કર્યો અને દલીલ કરી કે કોર્ટ તેના અધિકારક્ષેત્રનો ભંગ કરી રહી છે. એલિટોએ લખ્યું, “શું એક પણ જિલ્લા અદાલતના ન્યાયાધીશ પાસે યુનાઇટેડ સ્ટેટ્સ સરકારને 2 અબજ કરદાતાના ડોલર ચૂકવવા (અને કદાચ કાયમ માટે ગુમાવવા) દબાણ કરવાની અનિયંત્રિત શક્તિ છે?”
