અમેરિકામાં કથિત લાંચના આરોપોનો સામનો કરી રહેલા ગૌતમ અદાણી (Gautam Adani) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, તેમની કંપનીએ શ્રીલંકામાં તેના કોલંબો પોર્ટ પ્રોજેક્ટ (Colombo Port Project) માટે અમેરિકન ફંડિંગને નકારી કાઢ્યું છે. આ ફંડ 553 મિલિયન ડોલર (લગભગ 4692 કરોડ રૂપિયા)નું હતું. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ સંદર્ભમાં માહિતી આપતા કહ્યું કે હવે તે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અમેરિકન ફંડિંગ નહીં, પરંતુ પોતાના સંસાધનોનો ઉપયોગ કરશે. મતલબ, ગૌતમ અદાણીની કંપની Adani Ports મોટો પ્રોજેક્ટ પોતાના પૈસાથી પૂરો કરશે.
કોલંબો પોર્ટ પ્રોજેક્ટ (Colambo Port Project) શું છે?
સૌથી પહેલા વાત કરીએ કે શ્રીલંકાનો આ કોલંબો પોર્ટ પ્રોજેક્ટ (Colambo Port Project) શું છે? કોલંબો પોર્ટની ક્ષમતાઓ વધારવાનો આ પ્રોજેક્ટ વર્ષ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો અને તે ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સ (Adani Ports) અને શ્રીલંકાના જૂથ જોન કીલ્સ હોલ્ડિંગ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT) શ્રીલંકામાં સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ હશે. આ કામ પૂર્ણ કરવા માટે અદાણી ગ્રુપની કંપનીએ અમેરિકન ફંડિંગ માટે વાતચીત શરૂ કરી હતી.