આજના સમયમાં ગૂગલ મેપ્સ એક એવું સાથી બની ગાહયું છે કે તમને તમારી મંઝિલ સુધી લઈ જાય છે. જો તમે કોઈ ખોટો રસ્તો પકડી લો છો તો પણ તમને ફેરવીને સાચા રસ્તા પર લઈ જાય છે. ઘણી જગ્યાએ જ્યાં માણસો ના હોય ત્યાં પણ જો અટવાઈ જવાય તો મેપની મદદથી રસ્તો શોધી શકાય છે. જો એવામાં તમારું ઈન્ટરનેટ સિગ્નલ ના પકડાય કે ડેટા પેક પૂરું થઈ જાય તો? એવામાં ગૂગલ મેપ કેવી રીતે કામ કરશે ચાલો જાણીએ.
તમે એન્ડ્રોઇડ કે iOS કોઈ પણ મોબાઈલ યુઝ કરતાં હોવ તો તેના પર ગૂગલ મેપને ઓફલાઇન મોડમાં એટલે કે ઇન્ટરનેટ વગર પણ યુઝ કરી શકશો. બસ તમારે માત્ર મોબાઈલમાં એક નાનું અમથું સેટિંગ બદલવાનું રહેશે. જે બાદ તમે ઓફલાઇન મોડમાં પણ મેપનો ઉપયોગ કરીને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશો.
- તમારા મોબાઈલમાં ગૂગલ મેપ ખોલો
- ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરવું જરૂરી
- તમારે જે જગ્યાએ જવું છે તે જગ્યા કે વિસ્તારને સર્ચ કરો.
- કોઈ ખાસ જગ્યાને પસંદ કરવા માટે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ પણ કરી શકો
- તેની વિગત માટે સ્ક્રીનની નીચે નામ કે એડ્રેસ પર ક્લિક કરો.
- ‘Download’ અથવા ‘Offline Map Download’ પર ક્લિક કરો.
2.ઓફલાઇન મેપને કસ્ટમાઇઝ કરો
- ગૂગલ મેપ સિલકેટ કરેલ એરિયા અને એના આકારને દર્શાવશે. તમે મેપને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરીને એરિયાને એડજસ્ટ કરી શકો છો.
- તમારા ફોનમાં સ્ટોરેજ સ્પેસ હોવી જરૂરી છે કારણ કે મોટા મેપ માટે વધુ સ્ટોરેજની જરૂરત પડે છે.
3.ઓફલાઇન મેપ ડાઉનલોડ કરો
- તમારો એરિયા કસ્ટમાઇઝ કર્યા બાદ ‘ડાઉનલોડ’ બટન પર ક્લિક કરો.
- જો તમે ઈચ્છો તો ઓફલાઇન મેપ માટે કોઈ નામ પણ રાખી શકો છો અને ડાઉનલોડને કન્ફર્મ કરો.
- મેપ તમારા ડિવાઈઝ પર ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને પૂરું થવા પર એક સૂચના પણ આવી જશે.
4.ઓફલાઇન મેપ એક્સેસ કરો
- તમે ડાઉનલોડ કરેલા ઓફલાઇન મેપને એક્સેસ કરવા માટે ગૂગલ મેપ એપમાં જાઓ.
- ઉપર ડાબી બાજુ પ્રોફાઇલ ફોટો પર ટેપ કરો.
- મેનૂ માંથી ‘ઓફલાઇન મેપ’ પસંદ કરો.
5.ઓફલાઇન મેપનો ઉપયોગ કરો
- તમને ડાઉનલોડ કરેલ મેપનું લિસ્ટ દેખાશે એમાંથી જે મેપનો ઉપયોગ કરવા માંગતા હોવ તેના પર ટેપ કરો.
- હવે તમે ઈન્ટરનેટ કનેક્શન વગર પણ મેપને એક્સેસ કરી શકો છો. દિશા-નિર્દેશ જોઈ શકો છો. જો કે આ ઓફલાઇન મોડમાં તમને માત્ર રસ્તો જ દેખાશે રીઅલ ટાઈમ ટ્રાફિક જાણકારી અને લાઇવ નેવિગેશન ઉપલ્બધ થશે નહીં.