અલકાપુરી વિસ્તારમાં જ્વેલર્સ પાસે આવેલા વૈભવી બંગલામાંથી 27 સ્ટાર કાચબા મળી આવ્યા હતા. જેને પગલે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ અંગે પ્રાણી ક્રૂરતા નિવારણ શાખાના રમેશ આઈસે કહ્યું કે, મકાન માલિક દ્વારા ગોળ -ગોળ જવાબ અપાતો હતો. ત્યારબાદ તેમને વન્ય જીવ રાખવા એ ગુનાહિત કાર્ય હોવાનું સમજાવાતાં તેમણે 27 કાચબા બતાવ્યા હતા, જે કબજે લેવાયા હતા. જ્યારે શનિવારે અન્ય 3 કાચબા પણ કબજે લીધા હતા. આ કાચબા એક વર્ષથી ઓછી ઉંમરના હતા. જોકે કાચબા ક્યાંથી લાવ્યા તે અંગે તેમણે સંતોષકારક જવાબ આપ્યો નથી.
30 દિવસમાં 80 વન્ય જીવ કબજે કર્યા
પ્રાણી ક્રૂરતા નિવારણ શાખાના રમેશ આઇસે જણાવ્યું હતું કે, 30 દિવસમાં 80 વન્ય જીવ કબજે કરવામાં આવ્યા હતા. શહેર-જિલ્લામાં કામગીરી દરમિયાન જિલ્લાના દુમાડ ચોકડી પાસેથી 7 તારીખે 40 જેટલા પોપટ, 27 કાચબા, સાવલી પાસેથી 2 પોપટ સહિતના વન્ય જીવો કબજે કરવામાં આવ્યા હતા.
