Vadodara News Network

અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ:નીચલી કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, હવે તેલંગાણા હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ, શાહરુખ ખાનના કેસનો થયો ઉલ્લેખ

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરીહતી ને સેશન કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન તેલંગાણા હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર-માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે હાઇકોર્ટમાં પોતાના વિરુદ્ધ થયેલા કેસને રદ કરવા માટે અરજી કરી હતી.

કેસ નોંધવા પર જ્જે માગ્યો જવાબ સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે કરવામાં આવી. હકીકતમાં તેની જરૂર નથી. સુનાવણીમાં, જ્જે પૂછ્યું કે શું એક્ટર વિરુદ્ધ BNSની કલમ 105(B) અને 108 હેઠળ કેસ નોંધી શકાય છે. શું તે ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન ચોક્કસ એક્ટર છે, પરંતુ હવે તે આરોપી છે. તેમની હાજરીને કારણે જ થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

અલ્લુ અર્જુનના વકીલે શાહરૂખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટનો કેસ ટાંક્યો અલ્લુ અર્જુનના વકીલે તેમનો બચાવ કર્યો હતો. એક્ટરના બચાવમાં વકીલે કહ્યું, અલ્લુ અર્જુનની આજે ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હું વચગાળાના જામીનની માગ કરી રહ્યો છું. અગાઉના કેસોમાં પણ ધરપકડ બાદ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટમાં એક્ટર અલ્લુ અર્જુન સામે દોષિત હત્યાના આરોપ (સેક્શન 304) સંબંધિત કેસમાં, તેમના વકીલ કોર્ટ સમક્ષ તેમની દલીલો રજૂ કરી રહ્યા છે. વકીલે કહ્યું, પોલીસના નિર્દેશોમાં એવું કંઈ નહોતું કે એક્ટરના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે. વકીલે શાહરૂખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા. શાહરુખની ફિલ્મ ‘રઈસ’ના પ્રમોશન દરમિયાન નાસભાગને કારણે મૃત્યુ થયું ત્યારે તેની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અદાલતોએ શોધી કાઢ્યું છે કે આવા કેસોમાં આરોપો ત્યારે જ ટકી રહે છે જો મૃત્યુનો સીધો સંબંધ એક્ટરની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય.

નામપલ્લી કોર્ટમાં સુનવણી દરમિયાન શું દલીલો થઈ? અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે બચાવ પક્ષના વકીલોએ એવી દલીલ કરી હતી કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશમાં ​​​​​​​આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં એક ધાર્મિક સભાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં નાસભાગમાં 35 લોકોના મોત થયા હતા, પરંતુ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે કોઈ સીધો સંબંધ ન હોવાને કારણેની ધરપકડ કરવામાં નહોતી. તો અલ્લુ અર્જુનના કેસમાં અલગથી ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?

પરંતુ કોર્ટે આ તમામ દલીલોને અવગણીને તેને 14 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.

સેશન કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

નામપલ્લની સેશન કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે તેને ચંચલગુડા જેલમાં મોકલવામાં આવશે. સંધ્યા થિયેટર નાસભાગમાં મૃત્યુ પામનાર રેવતીના પતિ ભાસ્કરે કેસ પરત લેવાની વાત કરી હતી. જોકે, કોર્ટે કહ્યું હતું કે અલ્લુ અર્જુનને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે. અલ્લુ અર્જુનને આજે બપોરે 3.15 વાગ્યે નામપલ્લી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મૃતકનાં પતિએ શું કહ્યું? મૃતક રેવતીના પતિ ભાસ્કરે કહ્યું કે તે કેસ પાછો ખેંચવા માગે છે કારણ કે નાસભાગમાં અલ્લુ અર્જુનની સીધી જવાબદારી નથી. તે તેની પત્ની અને બાળકોને પ્રિમિયર શો જોવા માટે લઈ ગઈ હતી. અચાનક અલ્લુ અર્જુનને જોવા માટે લોકો ધક્કામૂકી કરવા લાગ્યા. ભાસ્કરે કહ્યું કે અલ્લુ અર્જુનને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. તેણે ટીવી પર અલ્લુ અર્જુનની ધરપકડ જોઈ અને તે ઈચ્છે છે કે આ મામલો અટકાવી દેવામાં આવે. ખાસ વાત એ છે કે ભાસ્કરે જ અલ્લુ અર્જુન અને ફિલ્મ થિયેટર માલિક વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી હતી.

તેલુગુ એક્ટર રાહુલ રામકૃષ્ણ અલ્લુ અર્જુનના બચાવમાં આવ્યા

અલ્લુ અર્જુનના કેસમાં એક્ટર નાનીએ આપી પ્રતિક્રિયા

વરુણ ધવને અલ્લુ અર્જુનની ધરપકડ પર આપી પ્રતિક્રિયા અલ્લુ અર્જુનની ધરપકડ પર સ્ટાર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. હાલમાં જ વરુણ ધવને તેની આગામી ફિલ્મ ‘બેબી જોન’ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે અલ્લુ અર્જુનને સપોર્ટ કર્યો હતો. તેણે કહ્યું, એક્ટર દરેક વસ્તુ પોતાના પર લઈ શકતો નથી. જેઓ આપણી આસપાસ છે તેમને આપણે સમજાવી શકીએ છીએ. આ જે અકસ્માત થયો છે તે ખૂબ જ દર્દનાક છે. હું શ્રદ્ધાંજલિ આપું છું. તે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આપણે ફક્ત એક વ્યક્તિને દોષ આપી શકીએ નહીં.

તેલંગાણા હાઈકોર્ટમાં સુનાવણી શરૂ તેલંગાણા હાઈકોર્ટના જજ જુવ્વાદી શ્રીદેવીની કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે સવાલ પૂછ્યો કે, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને કરેલી અરજીમાં તેની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરવામાં આવી છે.

થિયેટરે ‘પુષ્પા 2’ના પ્રીમિયર શો માટે સિક્યોરિટીની માગ કરી હતી થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે એક્ટરના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે ‘પુષ્પા 2’ના પ્રમોશન દરમિયાન પોલીસને અલ્લુ અર્જુનના આગમન અંગે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.

થિયેટર મેનેજમેન્ટ તરફથી પોલીસ સુરક્ષાની વિનંતી કરતો પત્ર સામે આવ્યો
થિયેટર મેનેજમેન્ટ તરફથી પોલીસ સુરક્ષાની વિનંતી કરતો પત્ર સામે આવ્યો

તેલંગાણાના સીએમનું નિવેદન અલ્લુ અર્જુનની ધરપકડ પર રિએક્શન આપતા, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, ‘આ કેસમાં સરકારની કોઈ ભૂમિકા નથી, કાયદો કાયદાનું કામ કરે છે’

અલ્લુ અર્જુને ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી સૂત્રોના મતે, અલ્લુ અર્જુને ધરપકડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અલ્લુએ કહ્યું હતું કે પોલીસે નાસ્તો પણ કરવા દીધો નહીં અને બેડરૂમમાંથી ધરપકડ કરી. ત્યાં સુધી કે પોલીસે કપડાં બદલવાની તક આપી નહીં. હૈદરાબાદ નાસભાગના સાક્ષીની સામે પોલીસે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અલ્લુ અર્જુનનું નિવેદન નોંધ્યું. સેન્ટ્રલ ઝોનના DCPએ અલ્લુનું નિવેદન નોંધ્યું.

હૉસ્પિટલની બહાર અલ્લુ અર્જુન
હૉસ્પિટલની બહાર અલ્લુ અર્જુન

ચેકઅપ માટે હૉસ્પિટલ લઈ ગઈ પોલીસ અલ્લુ અર્જુનના મેડિકલ ચેકઅપ માટે ગાંધી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી અને ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

અલ્લુ અર્જુન સાથે ગુનેગાર જેવું વર્તન અયોગ્ય અલ્લુ અર્જુનની ધરપકડ પર BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)ના પ્રમુખ અને નેતા કેટીઆરે કહ્યું હતું કે નાસભાગના પીડિતો સાથે તેમની સંવેદના છે, પરંતુ ભૂલ કોની હતી? અલ્લુ અર્જુનની સાથે સામાન્ય ગુનેગાર જેવું વર્તન કરવું યોગ્ય નથી. સીધી રીતે તે આમાં ક્યાંય જવાબદાર નથી. હું સરકારની ટીકા કરું છું.

સોમવાર સુધી રાહતની માગ અલ્લુ અર્જુનના વકીલે કોર્ટમાં વિનંતી કરી હતી કે તેમના ક્લાયન્ટના કેસમાં તાત્કાલિક સુનાવણી કરવામાં આવે અને સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું હતું કે પોલીસ સાથે વાતચીત કરીને બપોર સુધીમાં આ કેસમાં અપડેટ આપવામાં આવશે અને સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી.

FIRની કૉપી
FIRની કૉપી

‘પુષ્પા’ના બૉડીગાર્ડની પણ ધરપકડ અલ્લુ અર્જુન બાદ હવે તેના બૉડીગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે ધરપકડની કરી પુષ્ટિ હૈદરાબાદમાં ચિક્કડપલ્લીના એસીપી એલ. રમેશ કુમારે પુષ્ટિ કરી હતી કે હૈદરાબાદ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન આવ્યા હતા.

અટકાયતના સમયે એક્ટરે ફિલ્મનું પ્રમોશન થાય એવી ટી-શર્ટ પહેરી હતી.
અટકાયતના સમયે એક્ટરે ફિલ્મનું પ્રમોશન થાય એવી ટી-શર્ટ પહેરી હતી.
એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી.
એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી.

અલ્લુ અર્જુને અકસ્માત બાદ પીડિત પરિવારની મદદ પણ કરી હતી. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

નાસભાગની 3 તસવીર…

અલ્લુ અર્જુનના ફેન્સ તેને મળવા આવ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
અલ્લુ અર્જુનના ફેન્સ તેને મળવા આવ્યા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા અને બેભાન થઈ ગયા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા અને બેભાન થઈ ગયા. પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
નાસભાગ દરમિયાન એક બાળક બેભાન થઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.
નાસભાગ દરમિયાન એક બાળક બેભાન થઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં દાખલ કરાયું હતું.

અલ્લુ અર્જુન ફેન્સને મળવા મોડો પહોંચ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન સ્ક્રીનિંગ દરમિયાન સમયસર પહોંચ્યો નહોતો, જેના કારણે ચાહકોની ભીડ સતત વધી હતી. અલ્લુ કાર્યક્રમના અંતે જ્યારે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો ત્યારે ચાહકો તેને જોવા માટે બેકાબૂ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, સ્થળ પર તહેનાત સુરક્ષા અને પોલીસકર્મચારીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં નહોતી.

આ ફિલ્મ 2022માં રિલીઝ થવાની હતી અલ્લુ અર્જુને વર્ષ 2019માં પુષ્પાઃ ધ રાઇઝ (પ્રથમ ભાગ)નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે દિગ્દર્શક સુકુમારે જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરશે. તેઓ પહેલો ભાગ 2021માં અને બીજો ભાગ 2022માં રિલીઝ કરવા માગતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન અને ડિરેક્ટર સુકુમાર વચ્ચે મતભેદને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું. 2 વર્ષ સુધી વિલંબ થયા પછી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ એને ફરીથી મોકૂફ રાખવામાં આવી હતી.

Jay Rabari
Author: Jay Rabari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved