ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતીય ટીમ સાથે આજે મારો છેલ્લો દિવસ હતો.
સિરીઝમાં 1-1ની બરાબરી સાથે, અશ્વિને એડિલેડમાં બીજી ટેસ્ટમાં પ્રદર્શન કર્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. અનુભવી ઑફ-સ્પિનરને પાંચમા દિવસે ટી-બ્રેક દરમિયાન સિનિયર બેટર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમમાં લાંબી ચેટ કરતા જોવામાં મળ્યો હતો.
અશ્વિને ત્રણેય ફોર્મેટમાં 287 મેચ રમી અને 765 વિકેટ લીધી. તે ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેનાથી આગળ માત્ર અનિલ કુંબલે છે જેણે 619 વિકેટ લીધી છે.
તેણે 106 ટેસ્ટમાં 537 વિકેટ લીધી છે આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 106 મેચમાં 537 વિકેટ લીધી હતી. તેના નામે 37 પાંચ વિકેટ છે અને તેણે 8 વખત મેચમાં 10 વિકેટ લીધી છે. અશ્વિને 156 ODI વિકેટ પણ લીધી હતી. અશ્વિને T-20માં 72 વિકેટ લીધી હતી.
એક બેટર તરીકે, અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 3503 રન બનાવ્યા અને કુલ 6 ટેસ્ટ સદી ફટકારી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની કુલ 8 સદી છે.