ગુજરાત વિધાનસભામાં આજે એટલે કે ચાર માર્ચના રોજ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભામાં આજે 2 બેઠકો મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ બેઠક સવારે 10 વાગ્યે મળશે. જેમાં પ્રથમ બેઠકમાં માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામવિકાસ, માર્ગ અને મકાન, સહિતની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે.
પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત
જ્યારે બીજી બેઠક બપોરે 3.30 વાગે મળશે. આ બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય, પરિવાર કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ, કાયદો અને વૈધાનિક બાબતોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવનાર છે. ત્યારે પ્રશ્નોત્તરી કાળ બાદ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ગતરોજ પ્રશ્નોત્તરી કાળ બાદ પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહેસુલ, કૃષિ, સહકાર વિભાગની પૂરક માંગણીઓ પર ગહન ચર્ચા કરવામાં કરાઇ હતી. વિધાનસભામાં આ ઉપરાંત શહેરી વિકાસ, આરોગ્ય, ઉદ્યોગ વિભાગની પૂરક માંગણીઓ પર ચર્ચા કરાઇ હતી. જેમાં બન્ને પક્ષ દ્વારા પૂરક માંગણીઓ પર ગહન ચર્ચા કરી હતી.
