મકરસંક્રાંતિ હિન્દુ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ પર્વ છે, જે દર વર્ષે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાયણ શરૂ થાય છે. આ તહેવાર નવા પાકના આગમનનનું પ્રતિક કરે છે અને ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે. આ દિવસે ખેડૂતો સૂર્ય ભગવાનનો આભાર માને છે, જેમણે તેમને સારો પાક આપ્યો. આ તહેવાર પર સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાન તમામ જીવોને જીવન આપે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે ગરીબોને દાન કરવું પુણ્યનું કામ માનવામાં આવે છે. આ દિવસે તલના લાડુ-ચીકી અને તલની અન્ય વાનગીઓ ખાવી પણ શુભ માનવામાં આવે છે.
હિન્દુ કેલેન્ડર અનુસાર, મહા મહિનાની પ્રતિપદા તિથિ 14 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 3:56 વાગ્યે શરૂ થશે અને 15 જાન્યુઆરી, બુધવારે સવારે 3:21 વાગ્યે સમાપ્ત થશે. 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ ધન રાશિમાંથી નીકળીને સવારે 9.03 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારપછી જ શાહી સ્નાન માટેનો શુભ સમય શરૂ થશે. મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 05.27 થી 06.21 સુધી રહેશે. મકરસંક્રાંતિના દિવસે પુણ્યકાળ સવારે 9.03 થી સાંજના 05.46 સુધી અને મહાપુણ્યકાળ સવારે 9.03 થી 10.48 સુધી રહેશે. આ બે શુભ સમયમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.
મકરસંક્રાંતિના દિવસે આ રીતે કરો પૂજા
- મકરસંક્રાંતિના દિવસે સવારે સૌથી પહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- સૂર્યદેવને ગંગા જળથી સ્નાન કરાવો અને તેમને ફૂલ, ચંદન, કંકુ, સિંદૂર વગેરે અર્પણ કરો.
- સૂર્ય ભગવાનના વિવિધ મંત્રોનો જાપ કરો અને તેમની સ્તુતિ કરો.
- સૂર્ય ભગવાનને ભોગ ધરાવો. ફળો, મીઠાઈઓ અથવા અન્ય ભોગ ધરાવી શકાય છે.
- સૂર્ય ભગવાનની આરતી કરો.
- આ દિવસે ગરીબોને દાન કરો.
- તલનું દાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે.
મકરસંક્રાંતિના દિવસે શું કરવું?
- સ્નાન – ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો.
- દાન – ગરીબોને કપડાં, ભોજન વગેરેનું દાન કરો.
- તલનું સેવન – તલના લાડુ કે તલની અન્ય વાનગીઓ ખાઓ.
- ધાબળાનું દાન – ગરીબોને ધાબળાનું દાન કરો.