Vadodara News Network

આહા! ઝગમગી ઉઠ્યું પ્રયાગરાજ, આવો નજારો પહેલાં ક્યારેય નહીં જોયો હોય

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ ગયો છે. આજે મહાકુંભના ચોથા દિવસે દેશ-વિદેશમાંથી અંદાજે 6 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. આ વખતે મહાકુંભને લઈને પ્રયાગરાજને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જેનો નજારો જોવા લાયક છે.

1. પ્રયાગરાજનો ભવ્ય અને સુંદર નજારો

Kumbh Mela 2025 : પ્રયાગરાજ હાલના દિવસોમાં ખૂબ જ ભવ્ય અને સુંદર દેખાઈ રહ્યું છે. એવું લાગે છે કે સ્વર્ગ સીધું પ્રયાગરાજમાં ઉતરી આવ્યું છે.

2. ટેન્ટ સિટી આર્કષણનું કેન્દ્ર બન્યું

Kumbh Mela 2025: પ્રયાગરાજમાં તૈયાર કરેલું ટેન્ટ સિટી ભક્તોમાં આર્કષણનું કેન્દ્ર બન્યું છે. ટેન્ટ સિટીનો રાત્રે મહિમા અને જોવા લાયક હોય છે.

3. દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા

Kumbh Mela 2025: મહાકુંભમાં અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. દેશ-વિદેશથી ભક્તો પ્રયાગરાજ આવી રહ્યા છે.

4. મહાકુંભ મેળાનો સમગ્ર વિસ્તાર સીસીટીવીથી સજ્જ

Kumbh Mela 2025: મહાકુંભના મેળાના સમગ્ર વિસ્તારમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કારણે, અહીં સ્નાન કરવા આવતા ભક્તોની ચોક્કસ સંખ્યા શોધવાનું સરળ બને છે.

5. મહાકુંભ એ સંસ્કૃતિનું પ્રતીક

Kumbh Mela 2025: મહાકુંભ એ સંસ્કૃતિનું પ્રતીક છે જે આજે પણ તેના પ્રાચીન સ્વરૂપમાં જીવંત છે અને અનેક મુશ્કેલીઓ અને સંકટ છતાં વિશ્વ સમક્ષ ગર્વથી ઊભું છે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved