માન્યતા મુજબ, મકર સંક્રાતિના દિવસે તલ અને તલથી બનેલી વસ્તુઓનું જો દાન કરવામાં આવે તો તેનું મહત્ત્વ આપણા જીવનમાં અનેક ઘણું વધી જાય છે. 14 જાન્યુઆરીના દિવસે સુર્ય ધન રાશિથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. બીજું કે, આ દિવસે મકર સંક્રાતિ છે અને મકર સંક્રાતિ બાદ લગ્ન સીઝનનો આરંભ થશે. હવે મકર સંક્રાતિ બાદ ઘણા લોકોને ઉત્સુકતા રહે છે કે, લગ્ન સિઝનના શુભ મુહૂર્ત કયા છે. તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત અંગેની તમામ તારીખો.
જાન્યુઆરી એટલે આમ જોવા જઈએ તો, લગ્નનો મહિનો. આ મહિનામાં ઘણા શુભ મુહૂર્ત છે અને આ શુભ મુહૂર્ત દરમિયાન વર-વધુ એક પવિત્ર બંધનમાં બંધાય છે.
આ મહિનામાં વાત કરીએ તો, 16,18,21,22 અને 23 જાન્યુઆરી લગ્નના શુભ મુહૂર્ત છે. બીજી બાજુ ફેબ્રુઆરીમાં 2,6,7,8,13,14,18,20,21 અને 25 આટલી તારીખો લગ્ન માટેની શુભ છે. જણાવી દઈએ કે, આ વખતે મોટી સંખ્યામાં લગ્ન થવાના છે.