ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ-32(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઇન વેલ્યુ(જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં આ વિભાગના મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 માટે મંગાવવામાં આવેલા વાંધા સૂચનો રજૂ કરવાની તારીખ લંબાવીને તા. 20-01-2024 કરવામાં આવી છે.
પ્રજાજનો તરફથી વધુ સૂચનો મેળવવા તારીખ લંબાવાઈ વાંધા-સુચન માટે ઓનલાઈન https://garvi.gujarat.gov.in વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ તથા સંબંધિત નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી ખાતે પણ જે-તે જિલ્લા પૂરતી જાહેર જનતાના નિરીક્ષણ માટે આ વિગતો ઉપલબ્ધ રહેશે તથા મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 અન્વયે જો વાંધા-સૂચન રજૂ કરવાના થતા હોય તો તે માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન જૂની તારીખ 20-12-2024 સુધીમાં વાંધા-સૂચન રજૂ કરવાનું નિયત કરવામાં આવ્યું હતું. જેમાં સરકારને વિવિધ સંગઠનોની તથા હિત ધરાવતા અરજદારો તરફથી રાજ્યનો ખેડૂત વર્ગ તથા રાજ્યના અંતરીયાળ વિસ્તારમાં રહેતા સામાન્ય માણસ પણ પ્રસિધ્ધ થયેલ મુસદ્દારૂપ જંત્રી-2024 અંગે પોતાની રજુઆત-વાંધો ઓનલાઈન ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઓફલાઈન અરજી દ્વારા રજૂ કરી શકે અને હજુ વધુ સૂચનો પ્રજાજનો તરફથી મળવાની શક્યતા છે.
ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સૂચન રજૂ કરી શકશો હાલની મુદતમાં વધારો કરવા અંગેની વિવિધ માધ્યમો દ્વારા મળેલ રજૂઆતો ધ્યાને લઈ વ્યાપક જનહિતમાં જો વાંધા-સૂચન રજૂ કરવાના થતા હોય તે માટે https://garvigujarat.gov.in વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન ઉપરાંત સ્થાનિક કક્ષાએ સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, નાયબ કલેકટર સ્ટેમ્પ મુલ્યાંકન તંત્રની કચેરી તથા કલેકટર કચેરી ખાતે ઓફલાઈન આ સાથે બિડાણમાં સામેલ અરજીના નમૂનામાં વાંધા-સૂચન રજૂ કરવાના રહેશે. મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 જો વાંધા-સુચન રજૂ કરવાના થતા હોય તો તે ઓનલાઈન અથવા ઓફલાઈન તા. 20/1/2025 સુધીમાં રજૂ કરવાના રહેશે.