દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે વહેલી સવારે 4.45 વાગ્યાની આસપાસ વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની 3.7ની તીવ્રતા નોંધાઈ છે. આજે વહેલી સવારે 3.7નો તીવ્રતાનો ભૂકંપ નોંધાયો જેનું કેન્દ્રબિંદુ વલસાડથી 39 કિમી દૂર ડેહલી ગામ નજીક રહેવા પામ્યું હતું. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથેના ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા સામે આવ્યા નથી.
ભૂકંપ આવે તો શું કરવું?
- ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
- વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
- ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
- ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
- ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
- ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
- ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
- દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.