વડોદરા જિલ્લામાં કરજણ નગર પાલિકાની 7 વોર્ડની સામાન્ય ચૂંટણીમાં 72.37 ટકા મતદાન થયું હતું. જ્યારે તેમજ સાવલી નગર પાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર- 2માં 50.91 ટકા અને પાદરા નગર પાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર 3ની ચૂંટણીમાં 35.72 ટકા મતદાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, કરજણ નગર પાલિકાની મતગણતરી કરજણ સેવા સદન ખાતે સવારે 9 વાગે શરૂ. કરજણ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ મતગણતરી 4 રાઉન્ડમાં સંપન્ન થાય તેવી શક્યતાઓ છે મતગણતરી પૂર્ણ થઈ છે.
જ્યારે વડોદરા તાલુકાની ખાલી પડેલી બેઠકોમાં નંદેસરી બેઠક ઉપર 62. 91 ટકા, કોયલી બેઠક ઉપર 46.18 ટકા મતદાન થયું હતું. જ્યારે દશરથ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી યોજાઇ ન હતી. પરિણામે ભાજપાના હરીફ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
19 બેઠક જીતી કરજણમાં ભાજપનું બહુમતી, આમ આદમી પાર્ટીએ 8 બેઠક જીતી, કોંગ્રેસનો સફાયો
વોર્ડ નં વિજેતા પાર્ટી વોટ
1 ઉર્મિલાબેન રોહિત ભાજપ 1221
ઈલાબા અટાલીયા ભાજપ 1309
હરિ ભરવાડ ભાજપ 1405
મોહસીન દિવાન ભાજપ 1287
2 મનિષાબેન પાટણવાડીયા ભાજપ 1557
નીલમબેન ચાવડા ભાજપ 1346
પરેશ ઠાકોર ભાજપ 1688
ઉપેન્દ્ર શાહ ભાજપ 1453
3 કૈલાશબેન બારિયા ભાજપ 1095
ઉષાબેન સિંધા ભાજપ 1776
દિગ્વિજયસિંહ અટોદરીયા આમ આદમી પાર્ટી 1632
નિખિલ ભટ્ટ ભાજપ 1571
4 દિવ્યાબેન વસાવા ભાજપ 782
મીનાબેન ચાવડા આમ આદમી પાર્ટી 1381
ભૂપેન્દ્ર પરમાર આમ આદમી પાર્ટી 1013
નીતાબેન પ્રાંકડા આમ આદમી પાર્ટી 1059
5 લક્ષ્મીબેન પરમાર ભાજપ 540
લક્ષ્મીબેન માછી અપક્ષ 758
અશોક વસાવા ભાજપ 901
અર્જુનસિંહ અટાલિયા ભાજપ 1748
6 જ્યોતિબેન ચાવડા ભાજપ 1748
નેહાબેન શાહ ભાજપ 1205
ઘુઘાભાઈ ભરવાડ ભાજપ 1723
જયેશ પટેલ ભાજપ 2065
આ ઉપરાંત પાદરા તાલુકાની વડુ બેઠક ઉપર 72.73 ટકા અને શિનોર તાલુકાના સાધલી બેઠક ઉપર 56.86 ટકા મતદાન થયું હતું.
વડોદરા તાલુકાની નંદેસરી, કોયલી બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી ગણતરી તાલુકા સેવા સદન ખાતે હાથ ધરાશે. જ્યારે પાદરા નગર પાલિકાની એક બેઠક, પાદરા તાલુકાના વડુની એક બેઠક અને શિનોર તાલુકાના સાધલી બેઠકની મતગણતરી જેતે તાલુકાના સેવા સદન ખાતે સવારે 9 વાગે હાથ ધરાશે.
ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી માટેનો સ્ટાફ તાલુકા સેવા સદન ઉપર ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. મતગણતરી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
