ઇપીએફઓની વેબસાઈટ પર જઈને પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે દાવો કરી શકાય છે. દાવો 7 થી 10 દિવસમાં તમારા લિંક એકાઉન્ટમાં જમા થઈ જશે. જોકે હવે EPFO એટીએમ કાર્ડ દ્વારા પણ પીએફની રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. તો હવે બીજું અપડેટ આવ્યું છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએફ એકાઉન્ટમાંથી ક્લેમની રકમ હવે ઈ-વોલેટ દ્વારા પણ વાપરી શકાશે.
તમે ઈ-વોલેટ દ્વારા ક્લેમના નાણાનો ઉપયોગ કરી શકશો
હાલમાં જો કોઈ પીએફ ખાતાધારક તેના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માંગે છે, તો તેણે તેનો ઓનલાઈન દાવો કરવો પડશે. આ પછી 7 થી 10 દિવસમાં ક્લેમનો નિકાલ થાય છે. જે પછી પૈસા લિંક્ડ બેંક ખાતામાં પહોંચે છે, પરંતુ હવે પીએફ ખાતાધારકોને EPFO તરફથી ઘણી સુવિધાઓ મળી શકે છે. કારણ કે હવે દાવાની પ્રક્રિયામાં ફેરફાર કરી શકાશે.
ATM દ્વારા પૈસા ઉપાડી શકાશે
- આ અંગે મિડિયા સાથે વધુ વાત કરતા તેમણે કહ્યું કે હાલમાં પીએફ ક્લેમ બાદ ઓટો સેટલમેન્ટની રકમ પીએફ એકાઉન્ટમાંથી લિંક બેંક એકાઉન્ટમાં જાય છે. જેનો ઉપયોગ લોકો ATM કે બેંકમાં ગયા પછી કરે છે. તો તેની સાથે આવતા વર્ષથી પીએફ ક્લેમની રકમ સીધી એટીએમમાંથી ઉપાડી શકાશે. અને આ સાથે તેણે કહ્યું કે હવે પીએફ ક્લેમની રકમ પણ ઈ-વોલેટ પર મોકલી શકાશે. આ માટે બેન્કર્સ સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં યોજના પણ બનાવવામાં આવશે.