દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 2 કલાક પછી ચૂંટણી પંચના આંકડા મુજબ, 70 બેઠકોમાંથી, ભાજપ 48 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 24 બેઠકો પર આગળ છે.
વલણો આવ્યા પછી દિલ્હી ભાજપ મુખ્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે ભાજપ મુખ્યાલયની મુલાકાત લેશે. ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. આ પહેલાં, 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. ત્યારે ભાજપે 5 વર્ષમાં 49 બેઠકો જીતી અને 3 મુખ્યમંત્રી બદલ્યા હતા.
ટ્રેન્ડમાં, AAP કન્વીનર કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર 1800 મતોથી પાછળ છે. ભાજપના પ્રવેશ વર્મા આગળ છે. તો બીજી તરફ, મનીષ સિસોદિયા જંગપુર સીટ પરથી હારી ગયા છે. તેઓને ભાજપના તરવિન્દર સિંહ વકીલે હરાવ્યા છે.
દિલ્હીની 9 હોટ સીટ: AAP ફક્ત 3 પર આગળ
સીટ | AAP | ભાજપ | કોણ આગળ? |
નવી દિલ્હી | અરવિંદ કેજરીવાલ | પ્રવેશ વર્મા | BJP |
જંગપુરા | મનીષ સિસોદિયા | તરવિંદ સિંહ મારવાહ | AAP-હાર્યું |
કાલકાજી | આતિશી | રમેશ બિધૂરી | BJP |
બાબરપુર | ગોપાલ રાય | અનિલ કુમાર | AAP |
શકૂર બસ્તી | સત્યેન્દ્ર જૈન | કરનૈલ સિંહ | BJP |
માલવીય નગર | સોમનાથ ભારતી | સતીશ ઉપાધ્યાય | BJP |
ગ્રેટર કૈલાશ | સૌરભ ભારદ્વાજ | શિખા રાય | BJP |
ઓખલા | અમાનતુલ્લાહ ખાન | મનીષ ચૌધરી | AAP |
પટપરગંજ | અવધ ઓઝા | રવીન્દ્ર સિંહ નેગી | BJP |
CM આતિશી સહિત 3 મંત્રીઓ પાછળ, 3 આગળ
- કાલકાજી બેઠક પરથી આતિશી ભાજપના રમેશ બિધુરીથી 2,800 મતોથી પાછળ છે.
- ગ્રેટર કૈલાશ બેઠક પરથી સૌરભ ભારદ્વાજ ભાજપના શિખા રાયથી 2721 મતોથી પાછળ છે.
- બાબરપુર બેઠક પરથી ગોપાલ રાય 20750 મતોથી આગળ છે. અહીં ભાજપના અનિલ વશિષ્ઠ બીજા સ્થાને છે.
- બલ્લીમારન બેઠક પરથી ઇમરાન હુસૈન 15302 મતોથી આગળ છે. ભાજપના કમલ બાગરી બીજા સ્થાને છે.
- સુલતાનપુર મઝરા બેઠક પરથી મુકેશ અહલાવત 6872 મતોથી આગળ છે. ભાજપના કરમ સિંહ બીજા સ્થાને છે.
- નાંગલોઈ જાટ બેઠક પરથી રાઘવેન્દ્ર શૌકીન 10765 મતોથી પાછળ છે. ભાજપના મનોજ શૌકીન અહીં આગળ છે.
