નાસા (NASA) એ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ની વાપસીને લઈને એક નવું અપડેટ જારી કર્યું છે. આ મુજબ અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) ની વાપસીમાં હજુ વિલંબ થશે. ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા ઘણા મહિનાઓથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. અગાઉ તેઓ ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પરત ફરવાના હતા. જોકે, નાસા (NASA) એ મંગળવારે કહ્યું કે તેમને પાછા લાવવાના મિશનમાં હજુ વાર લાગશે. હવે તેમણે ઓછામાં ઓછા માર્ચના અંત સુધી ત્યાં જ રહેવું પડશે.|
રિષ્ઠ અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલ્મોર જૂનમાં બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ISS પર પહોંચ્યા હતા. આ મિશન માત્ર આઠ દિવસનું જ હતું, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ અને તેમની વાપસી ટળી ગઈ. હવે નાસા (NASA) એ એક બ્લોગ પોસ્ટમાં વાપસી માટે અને વધુ રાહ જોવા વિશે માહિતી આપી છે. આની સાથે જ આઠ દિવસનું આ મિશન 9 મહિનાથી વધુ લાંબુ થઈ જશે.
સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલ્મોરની વાપસી માટે એક બીજું વિમાન અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ક્રૂ-9 ના બે અવકાશયાત્રીઓ સપ્ટેમ્બરમાં ડ્રેગન અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને વિલ્મોર માટે બે સીટો ખાલી હતી. પ્લાન એ હતો કે ચારેય ફેબ્રુઆરી 2025માં ઘરે પરત ફરશે. જો કે, નાસા (NASA) એ મંગળવારે જણાવ્યું કે ક્રૂ -10, જે ક્રૂ -9 અને તે બે અવકાશયાત્રીઓને લઈને આવશે, તે હવે માર્ચ 2025 પહેલા લોન્ચ નહીં થઈ શકે.