મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી અશાંતિની અસર દુનિયાભરમાં દેખાઈ રહી છે અને તેની અસર ભારતીય જનતા પર પણ દેખાય છે. રશિયા અને ઈરાન પર યુરોપીય સંઘના પ્રતિબંધોને કારણે કાચા તેલ ( ક્રૂડ ઓઇલ)ની સપ્લાય લાઇન હવે કમજોર પાડવા લાગી છે. આ કારણે આંતર રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડિઝળની અછત ઊભી થઈ શકે છે. આ જ શંકાને કારણે છેલ્લા 5 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 6%થી વધુ ભાવ વધારો નોંધાયો છે. જે છેલ્લા 3 અઠવાડિયામાં સૌથી વધારે છે. જો આજ સ્થિતિ રહી તો આંતર રાષ્ટ્રીય બજારમાં ભાવ ઓછા નહીં થાય અને તેના પગલે ભારતમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ શકે છે જ સામાન્ય લોકોને સહન કરવી પડશે.
એક તરફ ક્રૂડ ઓઈલનો પુરવઠો ઘટવાથી અને બીજી તરફ અમેરિકન વ્યાજદરમાં ઘટાડાથી અને સાથે જ ક્રૂડ ઓઈલની ખરીદીમાં વધારો થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વૈશ્વિક ઇંધણ તરીકે ક્રૂડ ઓઇલની માંગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આના કારણે બ્રેન્ટ ફ્યુચર્સનો ભાવ 1.5 % વધીને $74.49 પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડના ભાવ 1.8% વધીને $71.29 પર પહોંચ્યું છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ક્રૂડ ઓઈલની આ સૌથી વધુ કિંમત હતી. તે જ સમયે, ડબ્લ્યુટીઆઈએ સોમવારથી શુક્રવાર સુધીના સમયગાળામાં એટલે કે પાંચ દિવસમાં કાચા તેલમાં 6 %નો વધારો નોંધાવ્યો છે. તે ગયા શુક્રવારે 7 નવેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. ભારતીય બજારમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ક્રૂડ ઓઈલના વાયદા 1.1 ટકા વધીને રૂ. 6,044 પ્રતિ બેરલ પર બંધ થયા છે.
તેલના ભાવમાં વધુ વધારો થશે
બજારના નિષ્ણાતોનું માનવું છે કે ક્રૂડ ઓઈલના ભાવ હજુ વધશે. ચાઇનીઝ ડેટા દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા આયાતકાર ચીનમાંથી ક્રૂડ ઓઇલની આયાત સાત મહિનામાં પ્રથમ વખત નવેમ્બરમાં વધી હતી. તે 2025ની શરૂઆત સુધી ઉચ્ચ સ્તરે પહોંચશે. યુરોપિયન યુનિયન પણ રશિયા સામે અનેક પ્રકારના પ્રતિબંધો લાદવા માટે સંમત થયા છે. અમેરિકા પણ આવા અનેક પગલાઓ પર વિચાર કરી રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો વધવાની શક્યતા છે.