Vadodara News Network

ગજબ સંયોગ! ભારતીય મહિલા ટીમે જીત સાથે રોહિત ‘બ્રિગેડ’ જેવું પરાક્રમ કર્યું..

ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર ગોંગાડી ત્રિશાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેને બોલિંગમાં 3 વિકેટ લીધી અને બેટિંગ દરમિયાન 44 રન બનાવ્યા. આ મેચ જીતીને બીજી વાર ભારતીય અંડર 19 મહિલા ટીમે આ ખિતાબ  પોતાના નામે કર્યું. આની પહેલા 2023માં ટુર્નામેન્ટમાં પહેલી આવૃત્તિમાં જ ટીમ ઈન્ડિયા વિશ્વ ચેમ્પિયન બની હતી. નિકી પ્રસાદની કેપ્ટનશિપ વાળી ભારતીય મહિલા ટીમે આ જીત સાથે જ રોહિત ‘બ્રિગેડ’ ના પરાક્રમનું પુનરાવર્તન કર્યું.

હકીકતમાં ICC અંડર-19 T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચમાં નિકી પ્રસાદની કેપ્ટનશિપ વાળી ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું. આ જીત સાથે એક ગજબ સંયોગ પણ બન્યો. ભારતીય મહિલા અંડર-19 ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યું અને આ જ રીતે ભારતીય પુરુષ ટીમે વર્ષ 2024માં T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને ખિતાબ જીત્યું હતું. તે ભારતની T20 વર્લ્ડ કપનું બીજું ખિતાબ રહ્યું હતું.

આ જ રીતે આ પણ ભારતીય મહિલા અંડર-19 ટીમનું બીજું ખિતાબ રહ્યું. આની પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2023માં પહેલી આવૃત્તિમાં ઈગ્લેંડને હરાવીને ખિતાબ જીત્યું હતું. ત્યારે, ભારતીય પુરુષ સિનિયર ટીમની જેમ અંડર-19 મહિલા ટીમે પણ સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવી. આ રીતે, રોહિત ‘બ્રિગેડ’ ના અંદાજમાં નિક્કી પ્રસાદની પલટને આ ખિતાબ જીત્યો.

ICC મહિલા અંડર-19 વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચમાં ભારતીય બોલરો અને  બેટ્સમેનોએ પણ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કર્યું. 82 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે ફક્ત એક જ વિકેટ ગુમાવી હતી. ટીમ ઈન્ડિયાની ઓપનર જી કામિની માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ બાદ ગોંગડી ત્રિશાએ 44 રન અને સાનિકા ચલકેએ અણનમ 26 રન બનાવીને ટીમને 11.2 ઓવરમાં લક્ષ્ય મેળવવામાં મદદ કરી.

ICC U19 Women’s T20 વર્લ્ડ કપમાં ગોંગડી ત્રિશાએ ઇતિહાસ રચ્યો. તે એક આવૃત્તિમાં સૌથી વધારે રન બનાવવા વાળી મહિલા ક્રિકેટર બની ગઈ. તેને 7 મેચમાં 77 ની સરેરાશથી 309 રન બનાવ્યા. આ દરમિયાન, તેને શ્વેતા સેહરાવતનો રેકોર્ડ તોડ્યો, જેને 2023 માં આયોજિત ICC મહિલા અંડર 19 વર્લ્ડ કપમાં 7 ઇનિંગ્સમાં 99 ની સરેરાશથી કુલ 297 રન બનાવ્યા હતા.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved