Vadodara News Network

ગુજરાતની નવી મહાનગરપાલિકાઓને લઇ સરકારનો મોટો નિર્ણય, જાણો શું

રાજ્યમાં નવી રચાયેલી મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે કલેક્ટરને ચાર્જ આપવામાં આવ્યો છે. જેમાં મંત્રીમંડળની બેઠકમાં મહાનગરપાલિકામાં વહીવટદાર મુદ્દે નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં કમિશનર ઉપરાંત કલેક્ટરોને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેઓ કમિશ્નર કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે. આ ઉપરાંત કલેક્ટર પાસે જ્યુડિશિયલ પાવરના કારણે નીતિવિષયક નિર્ણયો લેશે . ત્યારે નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર હશે.

મંજૂરી ગઈકાલે આપી

ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે.
તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.

Jay Sharma
Author: Jay Sharma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved