New District : નવા વર્ષે ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠકમાં જિલ્લાના બે ભાગ કરવા અંગે ચર્ચા થયા બાદ હવે મુખ્યમંત્રી કક્ષાએથી જાહેરાત કરવામાં આવી શકે છે.
ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં આગામી બજેટની તૈયારી અને બજેટ સત્રની ચર્ચા અને ટેકાના ભાવે મગફળીની ખરીદીની સમીક્ષા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી.
આ તરફ કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ આગામી સમયમાં ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. સૂત્રો મુજબ ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. જેમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગ કરાઇ શકે છે.