લગ્નની સિઝનમાં, સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા:ટ્રમ્પના ટેરિફની અસર, વાંચો તમારા શહેરમાં સોનાનો ભાવ, ક્યાં જઇને અટકશે આ સોનુ શું કહે છે એક્સપર્ટ્સ
19 મિનિટ પેહલા
લગ્નની સિઝનમાં, સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
જાણો તમારા શહેરમાં સોનાનો ભાવ
અમદાવાદ: 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
રાજકોટઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,938 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
સુરતઃ 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
વડોદરા 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 88,550.00 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 96,670.00 રૂપિયા છે.
દેશમાં સૌથી પહેલા ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયા પહોંચ્યો
સોનામાં તેજીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દેશમાં સોનું એક લાખની સપાટી નજીક પહોંચ્યું છે. અમદાવાદ સહિતના ગુજરાતના માર્કેટમાં 1 તોલા સોનાનો ભાવ એક લાખને પાર કરી ગયો છે. સોમવારે ખુલતા બજારમાં જ વૈશ્વિક સ્તરે સોનામાં તેજીના તોફાન વચ્ચે 3430 ડોલરની રેકોર્ડ સપાટીને સ્પર્શ્યું હતું, જે 100 ડોલરથી વધુનો ઊછાળો દર્શાવતો હતો. વૈશ્વિક મજબૂતાઈ પાછળ અમદાવાદ ખાતે રૂ.1000 વધી રૂ.99500ની નવી ઉંચાઇએ બોલાતું હતું પરંતુ બંધ બજારમાં સોનાનો ભાવ એક લાખની સપાટીને કુદાવી ચૂક્યો છે.
દિલ્હીમાં એક લાખની નજીક રૂ.99,800 બંધ રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ 3 વર્ષની નીચલી સપાટીએ ગબડીને 98.05 રહેતાં અને ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર યથાવત રહેતાં હેજફંડો અને ઇટીએફના તોફાનને પગલે ભાવ નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. જે ગતીએ તેજી લંબાઇ રહી છે તેને ધ્યાનમાં લેતા સોનું આગામી ઝડપી 1.05-1.10 લાખની સપાટી કુદાવી શકે છે. જોકે તેજી ઓવરબોટ પોઝિશનમાં હોય ગમે ત્યારે 10-15 ટકાનો ઘટાડો પણ આવી શકે છે.છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ચાંદી કરતા સોનાએ બમણું એટલે કે સરેરાશ 39-40 ટકાનું આકર્ષક રિટર્ન આપ્યું છે.
સોનાની તેજીએ એનાલિસ્ટોને આંજી નાંખ્યા છે અને હવે તેમાં મોટી અફરાતફરીનો માહોલ જોવાવાની સંભાવનાએ નવી ખરીદીને બ્રેક મારવાની સલાહ આપી રહ્યાં છે. સોનાના ભાવમાં 2025ના પ્રારંભથી અત્યાર સુધીમાં રૂ.21,000નો ઊછાળો આવ્યો છે. જેની સામે ચાંદી અંડરપર્ફોમર રહી રૂ.11,000 વધી છે. અમદાવાદમાં ચાંદી કિલોએ રૂ.97,500 રહ્યા હતા. જ્યારે વૈશ્વિક ચાંદી 46 સેન્ટ સુધરી 33 ડોલર ટ્રેડ થતી હતી. એમસીએકસ ખાતે સોનું ઓક્ટોબર વાયદો 98475 બોલાઇ ગયો હતો. જ્યારે ચાંદી સપ્ટેમ્બર 99575 બોલાતી હતી
GST ઉમેર્યા પછી સોનાનો ભાવ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો
ભારતમાં સોનાના ભાવમાં 3 ટકા GST ઉમેર્યા પછી, દર 10 ગ્રામ દીઠ 1,00,116 રૂપિયા પર પહોંચી ગયો છે. તે જ સમયે, ફ્યુચર્સ માર્કેટમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹98,991 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 1.76% વધીને છે, જ્યારે ચાંદી 0.62% વધીને ₹95,840 પ્રતિ કિલો થઈ ગઈ છે. જીએસટી સહિત ચાંદીનો ભાવ 98,715 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.
સત્તાવાર વેબસાઇટના ડેટા મુજબ, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ ₹97,352 પ્રતિ 10 ગ્રામ હતો, જે ₹73/10 ગ્રામના વધારા સાથે ઓલ ટાઈમ હાઈ છે. તે જ સમયે MCX પર ચાંદીના ભાવ પણ ₹238/કિલો વધીને ₹97,275/કિલો થયા. વધુમાં 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાના ઇન્ડિયન બુલિયન એસોસિએશન (IBA) ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹97,560/10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત ₹89,430/10 ગ્રામ છે. તે જ સમયે, IBA વેબસાઇટ અનુસાર, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે ચાંદીનો ભાવ ₹95,720/કિલો (ચાંદી 999 ફાઇન) હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઉંચાઈ પર
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પહેલીવાર $3,400 પ્રતિ ઔંસનો સ્તર પાર કરી ગયો છે. સ્પોટ ગોલ્ડ 1.4% વધીને $3,472.49 પ્રતિ ઔંસ થયું, જે સત્રની શરૂઆતમાં $3,473.03 ની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. તે જ સમયે, યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.7% ના વધારા સાથે $3,482.40 પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
