રાજ્યમાં શિયાળાની ઋતુ હવે અંતિમ તબક્કા છે. ત્યારે હાલ સામાન્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમ અને વાયવ્યના પવનને કારણે બેવડી ઋતુ અનુભવ થઈ શકે છે. ત્યારે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાના અણસાર છે
ગુજરાતમાં ઠંડીએ ખમૈયા કરતાં હવે ગરમીનો પારો ઊંચકાશે. આગામી 2 દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હાલ ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે બપોરે ગરમી જ્યારે રાતે ઠંડી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીએથી ગરમી વધશે અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. જેઓના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે.
