રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યના તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. જેમાં રાતના અને દિવસના બન્ને તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તાપમાનમાં વધારો થવાથી આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે, જોકે 24 કલાક સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. પરંતુ આ પછી મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. આ સંભાવનાઓ આગામી 5 દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીના કારણે અકળામણ
આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીના કારણે અકળામણ થાય તેવી સ્થિતિ રાજ્યમાં ઉભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. જેમાં 22થી 24 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકળામણ અનુભવાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
