નીરજ ચોપરાના લગ્નની રાહ તો આખો દેશ જોઈ રહ્યું હતું, તે ક્યારે લગ્ન કરશે? કોની સાથે કરશે તે તેના ચાહકો હંમેશા જાણવા માંગતા હતા તેની વચ્ચે ગઇકાલે રવિવારે 19 જાન્યુઆરીના રોજ નીરજ ચોપરાએ ચૂપચાપ લગ્ન કરી લઈને તેના ફેન્સને ખૂબ સુંદર સરપ્રાઈઝ આપી છે.
1. નીરજ અને હિમાની
ભારતના સુપરસ્ટાર જેવલિન થ્રોઅર અને ઓલિમ્પિક ગોલ્ડ વિજેતાએ 19 જાન્યુઆરીએ ચૂપચાપ હિમાની મોર સાથે લગ્ન કરીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
2. ગોલ્ડન બોય
ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરા ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ હતો અને તેણે ચુપકીદીથી લગ્ન કરી લેતા કેટલીય છોકરીઓના દિલ તોડયા છે ત્યારે તેના ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે ગોલ્ડન બોયને ઘાયલ કરનારી આ હિમાની મોર છે કોણ?
3. હરિયાણાની હિમાની
નીરજે તેના સોશિયલ મીડિયામાં માત્ર હિમાની નામ લખ્યું છે તે હિમાનીનું આખું નામ હિમાની મોર છે અને તે નીરજની જેમ જ હરિયાણાના સોનીપત જિલ્લાની રહેવાસી છે.
4. એજ્યુકેશન
25 વર્ષની હિમાનીએ સોનીપતમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે
5. અમેરિકાથી એજ્યુકેશન
ત્યારબાદ અમેરિકાના સાઉથ ઈસ્ટર્ન લૂઇસિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
6. જીવનના નવા અધ્યાયની શરૂઆત
હાલ તો નીરજ ચોપરાએ “जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की।” ટેગલાઇન સાથે ફોટો શેર કર્યા છે જેના પર દુનિયાભરમાંથી તેના ફેન્સ બંનેને શુભકામનાઓ અને પ્રેમ વરસાવી રહ્યા છે.
