ઊર્જા વિભાગની જેટકોકંપનીમાં ભરતી પ્રકરણ વિવાદે ચડ્યું હતું, રાજ્યમાં એક જ દિવસે હેલ્પરની પરીક્ષ્ષા લેવાઈ છતાં રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોનમાં અલગ-અલગ મેરીટથી વિવાદ થયો હતો. આ બાબતે ઉમેદવારોએ સોમવારે ઉમેદવારોએ સોમવારે અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જેથી અધિકારીએ 5 તારીખ સુધીનો સમય માંગ્યો હતો. ઉમેદવારોએ ચીમકી આપી હતી કે, 5 તારીખ સુધી જો તેઓને સંતોષકારક જવાબ નહીં મળે તો પરિવાર સાથે આદોલન કરીશું.
હાલમાં લેવાયેલી જેટકોમાં ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટની પરીક્ષા હજારો ઉમેદવારોએ આપી હતી. જેટકોનું સેન્ટર ગુજરાત લાગે છે. જેટકો દ્વારા સમગ્ર ગુજરાતના પરીક્ષાર્થીઓનું એક જ દિવસે એક જ તારીખે એક જ સમયમાં એક જ સેન્ટર પર એક પ્રકારનું પ્રશ્ન પત્ર લીધું હતું. મેરીટ લીસ્ટ બાબતે મહેસાણા ઝોનમાં અન્યાય થયો હોવાનો આરોપ મુકાયો હતો.
જેથી સોમવારે 100થી વધારે ઉમેદવારો રોષકોર્ષ ખાતે આવેલા વિદ્યુત ભવન પહોંચ્યા હતા. ઉમેદવારો સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ સાથે અધિકારીને મળીને રજૂઆત કરી હતી. જ્યાં અધિકારીએ ઉમેદવારોની રજૂઆત સાંભળી હતી. આ બાબતે સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, અધિકારીએ ઉમેદવારોની માગને વ્યાજબી ગણાવી હતી અને અધિકારીએ 5 ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો છે. જો ત્યાં સુધી તેઓની સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો તેઓ પરિવાર સાથે આદોંલન કરશે.