ભારત સરકાર દેશના લોકો માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે અને એ યોજનો માટે નવા નવા કાર્ડ પણ જારી કરે છે, આ દરેક કાર્ડનો ઉપયોગ અલગ-અલગ કામ માટે અલગ -અલગ ક્ષેત્રમાં થાય છે. સરકાર મફતમાં સારવાર માટે આયુષ્યમાન કાર્ડ આપે છે તો વોટિંગ માટે વોટર કાર્ડ તો ઇન્કમ ટેક્સ અને બેન્કિંગના કામ માટે પાન કાર્ડ અને ઓળખ માટે આધાર કાર્ડ આપે છે.
વર્ષ 2021 માં ભારત સરકારે આભા કાર્ડ લોન્ચ કર્યું હતું. આ કાર્ડ બાકી બધા કાર્ડથી અલગ છે. આઆ કાર્ડ ના હોવાથી કોઈ કામ અટકતા નથી પરંતુ તેનો ઉપયોગથી તમારા ઘણા કામ સરળ થઈ શકે છે, ચાલો જાણીએ આભા કાર્ડ નહીં હોવાના નુકસાન વિશે.
આભા કાર્ડ ના હોવાના નુકસાન
આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ ભારત સરકાર તરફથી આપવામાં આવતું એક ડિજિટલ હેલ્થ કાર્ડ છે. આ કાર્ડની અંડર તમારો સમગ્ર મેડિકલ રેકોર્ડ હોય છે જેના લીધે તમારી હેલ્થ રિલેટેડ જાણકારી સરળતાથી અને સેફટી સાથે ડિજિટલ સ્ટોર કરી શકાય છે, જે લોકો પાસે આ કાર્ડ નથી તેમની તમામ મેડિકલ હિસ્ટ્રી એક જગ્યાએથી મેળવી શકાતી નથી. ઉદાહરણ તરીકે જ્યારે તમે હોસ્પિટલ જાવ હકો કોઈ ઈલાજ માટે ત્યારે જો તમારી પાસે આ કાર્ડ હોય તો ડૉક્ટર તમારી તમામ મેડિકલ કન્ડિશન કે અગાઉ થયેલ રોગ કે અન્ય માહિતી મેળવી શકે છે, આ કાર્ડ ખાસ અકસ્માતના સમય પર વધારે ઉપયોગી થઈ શકે છે.
કેવી રીતે મેળવવું આભા કાર્ડ?
આભા કાર્ડ મેળવવા માટે એક સરળ રસ્તો છે, આ સરકાર તદ્દન મફતમાં બનાવી આપે છે. આ બનાવવા માટે તમારે સૌથી પહેલા આભા કાર્ડની આધિકારિક એટલે કે ઓફિશિયલ વેબસાઇટ www.ndhm. gov. in પર જાવ, ત્યારબાદ તેમાં ‘આભા નંબર બનાવો’ પર ક્લિક કરી, ત્યારબાદ તેમાં બે ઓપ્શન દેખાશે ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તે બેમાંથી એક સિલેકટ કરો. જો તમે આધારકાર્ડ વિકલ્પ પસંદ કરો છો તો આભા કાર્ડ નંબર તરત મળી જશે પણ જો તમે ડાઇવિંગ લાયસન્સથી એપ્લાય કરો છો તો તમારે આભા કાર્ડ નંબર નજીકના જન સેવ કેન્દ્ર જઈને મેળવવાનો રહેશે.