Vadodara News Network

ટીમ ઈન્ડિયાએ 12.5 ઓવરમાં જ અંગ્રેજોને રગદોળ્યા:ભારતે પહેલી T20 7 વિકેટે જીતી, અભિષેકે 79 રનની તોફાની ઇનિંગ રમી; કુલ 13 બાઉન્ડરી ફટકારી

ભારતે પહેલી T20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. ઇંગ્લિશ ટીમ 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ઝડપી બેટિંગ કરી અને 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.

ભારતીય ઓપનર અભિષેક શર્માએ 34 બોલમાં 79 રન બનાવ્યા. તેણે ઇનિંગ્સમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 68 રન બનાવ્યા, જ્યારે જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. હવે બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નઈમાં રમાશે.

13મી ઓવરના પાંચમા બોલ પર તિલક વર્માએ માર્ક વુડ સામે ચોગ્ગો ફટકાર્યો. આ સાથે, ટીમે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. તિલક 19 રન બનાવીને અને હાર્દિક પંડ્યા 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે 2 અને આદિલ રશીદે 1 વિકેટ લીધી.

અભિષેકે 20 બોલમાં ફિફ્ટી ફટકારી

અભિષેક શર્માએ જેમી ઓવરટન સામે નવમી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી. આ સાથે તેણે 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

47 મિનિટ પેહલા

આદિલ રશીદે અભિષેકનો કેચ છોડ્યો

ભારતીય ઇનિંગ્સની આઠમી ઓવરમાં અભિષેક શર્માને લાઇફ લાઇન મળી. અહીં, આદિલ રશીદના ત્રીજા બોલ પર, અભિષેકે સામે તરફ શોટ રમ્યો, પરંતુ રશીદે પોતાની જ બોલિંગ પર કેચ છોડી દીધો. આ સમયે અભિષેક 29 રન પર રમતમાં હતો. તેણે આગામી 3 બોલમાં 3 બાઉન્ડરી ફટકારી.

47 મિનિટ પેહલા

છઠ્ઠી ઓવરમાં ભારતનો સ્કોર 50 રનને પાર

ટીમ ઈન્ડિયાએ પાંચમી ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી. છઠ્ઠી ઓવરમાં ટીમનો સ્કોર 50 રનને પાર કરી ગયો. અભિષેક શર્માએ માર્ક વુડ સામે પહેલા 2 બોલમાં 2 છગ્ગા ફટકાર્યા. પાવરપ્લેમાં ટીમે 2 વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા.

પાંચમી ઓવરમાં, જોફ્રા આર્ચરે સંજુ સેમસનને ગસ એટકિન્સન દ્વારા કેચ આઉટ કરાવ્યો. સેમસને 20 બોલમાં 26 રન બનાવ્યા, તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. ત્યારબાદ આર્ચરે ઓવરના પાંચમા બોલ પર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને કેચ આઉટ કરાવ્યો. સૂર્યા ખાતું પણ ખોલાવી શક્યો નહીં.

માર્ક વુડ 20મી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થયો. આ સાથે ટીમ 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે 68 રન બનાવ્યા. હેરી બ્રુકે 17 રન અને જોફ્રા આર્ચરે 12 રન બનાવ્યા, અન્ય બેટર્સ 10 રનનો આંકડો પણ પાર કરી શક્યા નહીં.

ભારત તરફથી, 3 સ્પિનરોએ 12 ઓવરમાં માત્ર 67 રન આપીને 5 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી. રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં ફક્ત 22 રન આપ્યા પણ તેને કોઈ વિકેટ મળી નહીં. હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી, જ્યારે એક બેટર રન આઉટ થયો હતો.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

બિહાર વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved