શના લાખો ટેક્સ પેયર માટે સારા સમાચાર છે. જે લોકોએ 31 ડિસેમ્બર 2024 સુધી રિટર્ન ફાઇલ કર્યું નથી તે લોકો હવે 15 જાન્યુઆરી સુધી હવે રિટર્ન ફાઇલ કરી શકશે. ઍસેસમેન્ટ યર 2024-25 એટલે કે નાણાકીય વર્ષ 2023-24નું રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પહેલા 31 ડિસેમ્બર 2024 હતી. જે હવે ઇન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નવી તારીખ માટેની જાણકારી આપી છે.
રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નીકળી ગયા પછી જો તમે રિટર્ન ફાઇલ કરો છો તો તેના પર કેટલી લેટ ફી ભરવી પડશે તેનો બધો આધાર વ્યક્તિની વાર્ષિક આવક પર રહલો છે. ઉદાહરણ તરીકે જો તમારી વાર્ષિક આવક 5 લાખથી વધુ છે તો લેટ ફી 5000 રૂપિયા થશે ના એજઓ તામરી વાર્ષિક આવક 5 લાખથી ઓછી છે તો 1000 રૂપિયા દંડ થશે. આ ઉપરાંત લેટ ફીની રકમ ઉપર વ્યાજ પણ ચૂકવવું પડે છે. 31 જુલાઇ પછી જ એલોકો રિટર્ન ફાઇલ કરે છે તેમના પર પ્રતિ માસ 1% વ્યાજ લાગે છે.
જો તમે નિયત તારીખ પહેલા રિટર્ન ફાઇલ કરો છો તો તમને દરેક લાભ મળે છે પરંતુ જો તમે લેટ થાવ છો તો તમારે નવી કર વ્યવસ્થા મુજબ રિટર્ન ફાઇલ કરવું પડે છે. જો તમે નિયત તારીખ પહેલા રિટર્ન ફાઇલ કરી દો છો તો તમને 1 એપ્રિલથી રિફંડની તારીખ સુધીમાં રકમ પર 0.5% પ્રતિ માસ વ્યાજ મળે છે અને જો મોડું ભરો છો તો તે વ્યાજનો સમય ઓછો થઈ જે છે.
કેવી રીતે ભરવું રિટર્ન?
ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર લૉગ ઇન કરો, ઈ-ફાઈલિંગ કરવા માટે તેના પોર્ટલ પર તમારા એકાઉન્ટથી લૉગ ઇન કરો, ત્યારબાદ ‘E-File’ પર ક્લિક કરો અને ‘Income Return’ સિલકેટ કરો અને ‘Income Tax Return File’ સિલકેટ કરો. ત્યારબાદ ઍસેસમેન્ટ યર 2024-25 સિલકેટ કરો અને ફાઈલિંગના મોડમાં ‘Online’ સિલેકટ કરો. ‘Open New File’ પર ક્લિક કરો અને ત્યારબાદ ITR ફૉર્મ સિલેકટ કરો. ‘Personal Detail’ સેકશનમાં જાઓ અને તમારી બધી વિગતો બરાબર છે કે નહીં તે તપાસી લો. ત્યારબાદ ફાઈલિંગ સેકશન પર જાઓ અને 139(4) સિલેકટ કરો અને તમારી આવકની વિગતો ભરો અને જો ટેક્સ ભરવાનો હોય તો પેમેન્ટ કરવા માટે આગળ વધો.