વડોદરા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી ખાતે આજે GSWAN નેટ કનેક્ટિવિટી બે કલાક બંધ રહેતાં ટેસ્ટ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, બે કલાકના સમય બાદ તાત્કાલિક નેટ કનેક્ટિવિટી શરૂ થતાં ફરીથી ટેસ્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ, મહત્વની બાબતે છે કે, અવારનવાર આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે ત્યારે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
બપોરે નેટ કનેક્ટિવિટી બંધ થતા અરજદારો અટવાયા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા ખાતે રોજે રોજ લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવા માટે અનેક અરજદારો આવતાં હોય છે ત્યારે અહીંયાં સેન્ટ્રલ માંથી ક્યાંક સર્વર ડાઉન તો ક્યાંક GSWAN નેટ કનેક્ટિવિટી બંધ થતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આજે બપોરે 12:00 વાગે નેટ કનેક્ટિવિટી બંધ થતા અરજદારો અટવાયા હતા. આ અંગે તાત્કાલિક આરટીઓ દ્વારા જીસ્વાન ટીમને જાણ કરી હતી. જૉ કે બે કલાકના સમય બાદ ફરી ટેસ્ટ ટ્રેક શરુ કરવામા આવ્યો છે.
બે કલાક જેટલો સમય માટે ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો વડોદરા RTOમાં આજે ટુ-વ્હીલર માટે 150 અને ફોર વ્હીલર માટે 85 જેટલી અપોઈન્ટમેન્ટ બુક થઈ હતી. જેમાં સવારના સમયમાં બપોરે 12 વાગ્યા સુધી 40 જેટલા ટુ-વ્હીલર અને 13 જેટલા ફોર વ્હીલર વાહનોના ટેસ્ટ લેવાયા હતા. ત્યારબાદ GSWAN કનેક્ટિવિટી તૂટી જતા બે કલાક જેટલો સમય માટે ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો. જેના કારણે કેટલાક અરજદારો પરત ફર્યા હતા તો કેટલાક ફરી ટેસ્ટ ટ્રેક શરુ થાય તેની રાહ જોઈને બેઠા હતા.
તંત્ર યોગ્ય રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરે તો અરજદારોને મુશ્કેલીઓ ન પડે વડોદરા RTO વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે GSWAN ટીમને જાણ કરાતા બપોરે 12:00 વાગ્યે બંધ થયેલ સર્વર 2:00 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકી રહેલા ટેસ્ટ લેવાનું શરુ કરવામા આવ્યું હતું. જોકે અવારનવાર કા તો નેટ કનેક્ટિવિટી અથવા તો આ સર્વર ઇસ્યુના કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરે તો અરજદારોને મુશ્કેલીઓ ન પડે.