ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા છે અને ટૂંક સમયમાં શપથ લેશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તે આવતાંની સાથે જ આપણે કોઈ મોટો બદલાવ જોઈશું? આ દરમિયાન ફેસબુકના કો-ફાઉન્ડર અને મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગે એક મોટો નિર્ણય લીધો છે.
માર્ક ઝકરબર્ગે મેટા ફેક્ટ ચેક પ્રોગ્રામ બંધ કરવાની સાથે સેન્સરશિપ પોલિસીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત તે એલોન મસ્ક દ્વારા સંચાલિત X- પ્રેરિત કોમ્યુનિટી નોટ્સ મોડલ તરફ આગળ વધી રહ્યો છે .