રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનું જોર યથાવત છે. રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે. રાજ્યમાં 4 થી 6 ડિગ્રી તાપમાન ઘટતા ફરી ઠંડીનો ચમકારો સર્જાયો છે. ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 12.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે. તાપમાનમાં બદલાવને લઈ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું છે.
હવામાન વિભાગની માવઠાની આગાહી
ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે..સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં, ઉત્તરગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, દમણ, નવસારી,તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે..આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે..જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.