ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાત ભરમાંથી ઉમટશે. ડાકોર તરફના માર્ગો ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠશે. ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. જે દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે.
14 થી 15 માર્ચ
જેમાં યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણી 14 માર્ચ શુક્રવાર 2025ના રોજ કરવામાં આવશે. 14 માર્ચે ફાગણી પૂનમ સાથે ધૂળેટી, દોલોત્સવની ઉજવણી કરાશે. જેમાં વહેલી સવારે 4:00 કલાકે મંગળા આરતી, સવારે 9:00 વાગે શણગાર આરતી કરવામાં આવશે. જે બાદ સવારે 9:00 થી બપોરે 1 વાગ્યા સુધી ગોપાલલાલજી મહારાજ ફૂલડોલમાં બિરાજશે અને ભક્તોને ફુલડોલ દર્શન આપશે. બપોરે 3:30 વાગ્યે રાજભોગ આરતી, સાંજે 5:15 વાગ્યે ઉત્થાપન આરતી થશે.
6.00 વાગ્યે મંગળા આરતી થશે
6.00થી 8.30 સુધી દર્શન ખુલ્લા રહેશે
8.30થી 9.00 સુધી દર્શન બંધ રહેશે
9.00 વાગ્યે શણગાર આરતી થશે
9.00થી 12.00 સુધી દર્શન ખુલ્લા રહેશે
12.00 થી 12.30 સુધી દર્શન બંધ રહેશે
02 વાગ્યે ઠાકોરજી પોઢી જશે
03.30 વાગ્યે નિજમંદીર ખુલશે
03.45 વાગ્યે શયનભોગ આરતી થશે
03.45 ઠાકોરજી પોઢી જશે
ફાગણસુદ ચૈદસને ગુરૂવાર (હોળી પૂજન)
સવારના 4.45 વાગ્યે નિજમંદીર ખુલશે
5.00 વાગ્યે મંગળા આરતી થશે
5.00થી 7.30 સુધી દર્શન ખુલ્લા રહેશે
7.30 થી 8.00 સુધી દર્શન બંધ રહેશે
8.00 વાગ્યે શણગાર આરતી થશે
8.00થી 01.30 સુધી દર્શન ખુલ્લા રહેશે
01.30થી 2.00 સુધી દર્શન બંધ રહેશે
2.00 વાગ્યે રાજભોગ આરતી થશે
2.00 થી 5.30 સુધી દર્શન ખુલ્લા રહેશે
05.30થી 06.00 સુધી દર્શન બંધ રહેશે
8.00 થી 8.15 દર્શન બંધ રહેશે
08.15 વાગ્યે શયનભોગ આરતી થશે
08.15થી ઠાકોરજી પોઢી જશે
