વર્ષ 2025માં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. શનિ પણ રાશિ પરિવર્તન કરશે. અઢી વર્ષે શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે હવે 2025માં શનિના પરિવર્તનથી ઘણી રાશિઓના જાતકો માટે સમય શુભ રહેશે તો અમુક રાશિના જાતકોને શનિની સાડાસાતીની ખરાબ અસરમાંથી પસાર થવું પડશે.
2025 માં શનિ ક્યારે બદલશે રાશિ?
જ્યોતિષ અનુસાર વર્ષ 2025ની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તનથી મકર રાશિ પરથી સાડાસાતીનો પ્રભાવ દૂર થશે અને કર્ક અને વૃશ્ચિક રાશિ પરથી શનિની ઢૈય્યા પૂરી થશે.
2025માં આ રાશિઓ પર રહેશે શનિનો પ્રભાવ
- જ્યોતિષના જણાવ્યા અનુસાર 29 માર્ચ સુધી મકર, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે.
- ત્યારબાદ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશીની સાડાસાતી પૂરી થશે અને મેષ, કુંભ અને મીન રાશિની સાડાસાતી શરૂ થશે.
- તો કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યાની અસર રહશે. ત્યારબાદ શનિ જેવો કુંભ રાશિ માંથી મીન રાશિમાં પ્રવેશ કરશે તો સિંહ અને ધનુ રાશિ પર ઢૈય્યાની ખરાબ અસર થશે.
- શનિની અશુભ અસરથી બચવા માટે દર શનિવારે વ્રત રાખો અને શનિદેવને સરસિયાનું તેલ ચડાવો.
- દર શનિવારે અથવા અમાસે જરૂરિયાતમંદોને ભોજન, જૂતાં-ચપ્પલ, કપડાંનું દાન કરો.
- શનિને ખુશ કરવા માટે કાળા કૂતરાને કે ગાયને રોટલી ખવડાવો. તળાવમાં માછલીઓને લોટની ગોળી ખવડાવો.
- યોગ્ય જ્યોતિષની સલાહ લીધા પછી જ શનિનો રત્ન નીલમ ધારણ કરો.
- શનિના મંત્રનો જાપ કરો.