‘ક્રાઈમ પેટ્રોલ’ એ ઇન્ડિયન ટેલિવિઝનની એક લોકપ્રિય ક્રાઇમ બેઝ્ડ સીરિઝ છે જેનું સૌપ્રથમ પ્રસારણ વર્ષ 2003 માં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થયું હતું અને હવે ટૂંક સમયમાં તે તેના દર્શકો માટે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પણ ઉપલબ્ધ થશે. મુંબઈમાં સેટ થયેલી આ ટ્રુ ક્રાઈમ એન્થોલોજી શ્રેણીએ ભારતીય દર્શકોમાં ખાસ ઓળખ ઉભી કરી છે અને હવે નેટફ્લિક્સ ઈન્ડિયા પર તેની શરૂઆત સાથે દર્શકો હવે આ શોને ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ જોઈ શકશે. આ સાથે જ બીજી એક અતિલોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના દર્શકોએ પણ આ શોને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવાની ડિમાન્ડ કરી છે.
ટીવી સિરિયલ ‘તારક મહેતા..’ ના ફેન્સ દેશ અને દુનિયામાં ફેલાયેલા છે. લગભગ 2007-08 થી શરૂ થયેલી આ સિરિયલનો હજુ પણ એટલો જ ચાહક વર્ગ છે અને તેને એટલી જ પસંદ કરવામાં આવે છે. આજે આ સિરિયલને ટેલિવિઝન પર 15 વર્ષથી વધારે પૂરા થયા છે ત્યારે કદાચ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લાંબુ ચાલનારી આ એકમાત્ર સિરિયલ હશે જ્યારે તેના દેશ અને વિશ્વ વ્યાપી આટલા ચાહકો છે ત્યારે જો ક્રાઇમ પેટ્રોલનું નેટફલિકસ પર સ્ટ્રીમિંગ થવા જઈ રહ્યું હોય તો એવા સમયે યુઝર્સે તારક મહેતા.. ને પણ સ્ટ્રીમ કરવા માટે ડિમાન્ડ કરી છે. ત્યારે કદાચ આવનારા દિવસોમાં યુઝર્સની ડિમાન્ડ પૂરી થશે કે નહીં તે જોવું રહ્યું.
કેટલાક ચાહકો નેટફ્લિક્સ પર ‘ક્રાઈમ પેટ્રોલ’ના સ્ટ્રીમિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે તો અમુક લોકો નિર્ણયથી ચોંકી ઉઠયા છે. એક યુઝરે કમેન્ટ કરી કે “CID પછી, Netflix GTA 6 પહેલા ક્રાઈમ પેટ્રોલ ખરીદે છે.” તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, “CID ઠીક હતું, પણ ક્રાઈમ પેટ્રોલ? કેમ?” જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે “આ રીતે લાગે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ નેટફ્લિક્સ પર આવશે.” તો ઘણા યુઝર્સે રમૂજી પ્રતિક્રિયા પણ આપી. એક યુઝરે લખ્યું, “નેટફ્લિક્સ ડેઇલી સોપમાં ફેરવાઈ રહ્યું છે. ” જ્યારે બીજા યુઝરે કહ્યું “જ્યારે તમે બધું લાવી રહ્યા છો તતો આહટ પણ લાવો” જો કે લગભગ મોટા ભાગના યુઝર નેટફલિકસના આ નિર્ણયને અત્યાર સુધીનો બેસ્ટ નિર્ણય ગણાવે છે.
