Vadodara News Network

દિલ્હીમાં પાટીલના નિવાસસ્થાને ‘સ્નેહમિલન’નું આયોજન:PM મોદી સહિત ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓેએ ડિનરમાં હાજરી આપી, શાહ અને નડ્ડા પણ હાજર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના ઘરે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં ગુજરાતના તમામ સાંસદો, ધારાસભ્યો અને NDA નેતાઓ સાથે “સ્નેહ મિલન” રાત્રિભોજનમાં હાજરી આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડા, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ મહેમાનો સાથે વાતચીત કરી અને કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો સાથે ગ્રૂપ ફોટો પડાવ્યો હતો.

આ કાર્યક્રમ માટે ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને નેતાઓ પણ દિલ્હી ગયા હતા.

જુઓ સ્નેહમિલનની તસવીરો…

સીઆર પાટીલે પીએમ મોદીને ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું.
સીઆર પાટીલે પીએમ મોદીને ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું.
સીઆર પાટીલના પરિવારે પીએમ મોદીને પ્રતિમા ભેટમાં આપી.
સીઆર પાટીલના પરિવારે પીએમ મોદીને પ્રતિમા ભેટમાં આપી.
રાત્રિભોજન લીધા બાદ ગુજરાત ટીમ એક ટેબલ પર.
રાત્રિભોજન લીધા બાદ ગુજરાત ટીમ એક ટેબલ પર.
પીએમ મોદી સાથે મંત્રી, સાંસદોનો ગ્રુપ ફોટો.
પીએમ મોદી સાથે મંત્રી, સાંસદોનો ગ્રુપ ફોટો.

ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, પાટીલનો વિદાયનો સંકેત થોડા દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળ્યા હતા. 10 દિવસ પહેલા આ સંકેત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જ આપવામાં આવ્યા હતા. વાવ પેટાચૂંટણીમાં જીત બાદ સુરતમાં એક કાર્યક્રમમાં સંગઠનમાં ફેરફાર અંગેની વાત કરતા સૌ ચોંકી ઊઠ્યા હતા. આ સાથે જ પાટીલે પોતાની વિદાયના સંકેત આપતા કહ્યું હતું કે, મેં બે વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઇએ. મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે. જેમને તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન આપું છું. અને જેમણે મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યક્ત કરું છું.

ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે! ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની વરણી થઈ ગયા બાદ 3 વર્ષ માટે તેમને પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ ભાજપના બંધારણ મુજબ 3 વર્ષ બાદ પણ તેમને વધુ કામ કરવાની પ્રદેશ અધ્યક્ષ તરીકે તક મળી હતી. તેમના નેતૃત્વમાં ભાજપને વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ભવ્ય વિજય અપાવ્યો હતો.

Aniket Shah
Author: Aniket Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમારો અભિપ્રાય

દિલ્હી વિધાનસભાની ચૂંટણી કઈ પાર્ટી જીતશે ?
  • Add your answer

Copyright 2024 | VadodaraNewsNetwork.com | All Rights Reserved